Western Times News

Gujarati News

અમદાવાદના ધોળકા તાલુકાના શહેરી વિસ્તારમાં આંગણવાડી માટે જમીન ફાળવણી કરવા અંગેની બેઠકનું આયોજન

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના શહેરી વિસ્તારમાં આંગણવાડી માટે જમીન ફાળવણી કરવા અંગેની બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું.

SDM શ્રી હિતેશકુમાર જોશીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠક દરમિયાન નિયત હેતુ આધારિત ફિલ્ડ સર્વે કરવા માટે ફિલ્ડ ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા આગામી સમયમાં ફિલ્ડ સર્વે કરવામાં આવશે. ધોળકા શહેરી વિસ્તારમાં લગભગ 18 સ્થળોએ આ ફિલ્ડ ટીમ દ્વારા સર્વે કરવામાં આવશે. ત્યારબાદ આંગણવાડી માટે જગ્યા નિયત કરવામાં આવશે.

આ બેઠકમાં ધોળકા TDO શ્રી બિપીન પરમાર, ચીફ ઓફિસર શ્રી જતીન મહેતા, આઇસીડીએસ વિભાગના PO શ્રી કસ્તુરીબેન, નગરપાલિકા, સિટી સર્વે, ટીપી અને એસડીએમ કચેરીના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.