Western Times News

Gujarati News

‘બિન્ની એન્ડ ફેમિલી’થી અંજની ધવનનું બોલિવૂડમાં ડેબ્યુ

મુંબઈ, પહેલાં સ્ટાર્સના સંતાનો બોલિવૂડમા આવ્યા અને હવે તેમનાં ભાણાં ભત્રીજા પણ બોલિવૂડમાં ડેબ્યુ કરતા થયાં છે. થોડાં વખત પહેલાં એક ફિલ્મથી હ્રિતિક રોશનની ભત્રીજી પશ્મિના રોશને બોલિવૂડમાં ડેબ્યુ કર્યું અને હવે વરુણ ધવનની ભત્રીજી અંજની ધવન બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.

તેની ફિલ્મ ‘બિન્ની એન્ડ ફેમિલી’ એક ફેમિલી ડ્રામા છે, જે સંજય ત્રિપાઠી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં તેની સાથે પંકજ કપુર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

સોમવારે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે. જેમાં લખ્યું હતું,“જૂના જમાના સંસ્કાર વિરુદ્ધ આજકાલના મોડર્ન વિચાર. મૂંઝવણોભર્યાે પરિવાર છે બિન્નીનો, પરંતુ આ કહાણી છે આપણા બધાની. મળો બિન્ની એન્ડ ફેમિલીને ૩૦ ઓગસ્ટ, તમારા નજીકના સિનેમાઘરોમાં.”

એક જ પરિવારમાં એકથી વધુ પેઢીઓના એકબીજા સાથેના સંબધો આ ફિલ્મની વિશેષતા છે, જે દરેક દર્શકને સ્પર્ષી જશે. અંજની અને પંકજ કપુર સિવાય હિમાની શિવપુરી, રાજેશ કુમાર અને ચારુ શંકર સહિતના કલાકારો જોવા મળશે. અંજની ધવન વરીષ્ઠ કલાકાર એનિલ ઘવનની પૌત્રી અને સિદ્ધાર્થ ધવનની પુત્રી છે. જે ખુશી કપુરની ખાસ દોસ્ત તરીકે પણ જાણીતી છે. તેની આ ફિલ્મ ૩૦ ઓગસ્ટે રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.