Western Times News

Gujarati News

પાણીના વહેણ સાથે ભારે બ્લોક વીસથી પચીસ ફૂટ દૂર સુધી ખેચાઇ ગયા

(તસ્વીરઃ- પૂનમભાઈ પગી, વિરપુર) વિરપુરના તિલક ચોકથી ભાથીજી મંદિર તરફ જતા માર્ગ માં બાલ મંદિર પાસે આવેલા ઢાળમા સીસી રોડ ઉપર નખાયેલ પેવર બ્લોક નો રસ્તો આ સીઝન ના વરસાદ મા ધોવાઈ ગયો છે.

પાણીના વહેણ સાથે એટલા ભારે બ્લોક વીસ થી પચીસ ફૂટ દૂર સુધી ખેચાઇ ગયા હતા જ્યારે રસ્તા ઉપર મસ મોટા ખાડા પડી ગયા છે

અને પેવર બ્લોક પણ ઉખડીને ઢગલો થઈ પડયા હોય અવર જવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકો ને પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે બાજુમાં આવેલી બાલવાટિકામા પણ નાના ભૂલકાઓ આવતા હોય તેમને પણ પાડવા વાગવાની ભીતી બુલકાઓના વાળી ને સતાવતી રહી છે વહેલી તકે આ રસ્તા નું કામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.