Western Times News

Gujarati News

‘સિટાડેલ હની બની’માં સામંથા, વરુણે એક્શનની જમાવટ કરી

મુંબઈ, સિટાડેલના ફૅન્સની આતુરતાનો અંત નજીક આવી રહ્યો છે. વરુણ ધવન અને સામંથા રુથ પ્રભુની એક્શન પેક્ડ સિરીઝ સિટાડેલનું ટીઝર ગુરુવારે લોંચ થઈ ગયું છે.

આ પહેલા સિટાડેલ ફૅન્સ પ્રિયંકાને આ એક્શન થ્રિલરમાં જોઈ ચૂક્યા છે. સિટાડેલ યુનિવર્સનું ઇન્ડિયન વર્ઝન ‘હનીબની’નામથી ઓળખાય છે. જે થ્રિલ, જાસૂસીની એક જોરદાર સફર, રોમાન્સ અને પોતાની જાતની શોધની સફરથી ભરપૂર હશે.

આ અઠવાડિયાની શરૂઆતમાં આ સિરીઝના મેકર્સ રાજ અને ડીકેએ એક્સ પર ‘૦૧.૦૮’ લખીને આજની તારીખની જાહેરાત કરી હતી. જેવું તેમણે આ પોસ્ટ કર્યું એવા ફૅન્સ ઉત્સાહમાં આવી ગયા હતા.

આ સિરીઝમાં વરુણ ધવન અને સામંથા રુથ પ્રભુ ઉપરાંત કે કે મેનન, સિમરન, સોહમ મજમુદાર, શિવંકિત સિંહ પરિહાર, કાશ્વી મજમુદાર, સાકિબ સલીમ અને સિકંદર ખેર મહત્વના રોલમાં જોવા મળશે. આ સિરીઝ વિશે સામંથાએ કહ્યું હતું, “મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું એક્શન કરીશ. પરંતુ આજે, મારા માટે, આ સિરીઝમાં હોવું એ જ મારી સૌથી મોટી જીત છે.

કારણકે મને છેલ્લી ઘડી સુધી એવું હતું કે હું નહીં કરી શકું. મને નહોતું લાગતું કે હું સિટાડેલનો ભાગ બની શકીશ. મારે માત્ર ફિઝિકલ તૈયારી જ કરવી પડી હતી. પરંતુ આ સિરીઝ જેવી બની છે અને જેવી લાગે છે, તેનાથી હું અત્યારથી જ મારી જાત પર ગૌરવ અનુભવું છું.

મને વિશ્વાસ નથી થતો કે મેં આવી સિરીઝમાં કામ કર્યું છે.” થોડાં વખત પહેલાં પ્રાઇમ વીડિયો ઇન્ડિયા દ્વારા સિરીઝની એક ઝલક રજૂ કરવામાં આવી હતી, જેમાં વરુણ અને સમંથા ઇન્ટેન્સ એક્શન સિક્વન્સમાં જોવા મળ્યા હતા.

એક સીનમાં સામંથા બે પિસ્તોલ પકડીને બે વિરોધીઓ સાથે લડત આપવાની તૈયારી કરતી દેખાય છે. જ્યારે એક અન્ય સિક્વન્સમાં તે વરુણ ધવનની સાથે દુશ્મનોનો સામનો કરતી પણ દેખાય છે. હવે ટીઝર લોંચ થયું છે, તેમાં જાહેર થયેલી તારીખ પ્રમાણે ૭ નવેમ્બરથી આ સિરીઝ પ્રાઇમ પર સ્ટ્રીમ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.