Western Times News

Gujarati News

અક્ષય કુમારે ટામ ઍન્ડ જેરીને હિંસા ગણાવતા વિવાદ સર્જાયો

મુંબઈ, અક્ષય કુમારની ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ની રિલીઝની રાહ જોવાઈ રહી છે. ૧૫ ઓગસ્ટે રિલીઝ થનારી આ ફિલ્મનાં ટ્રેલર પરથી તો ફિલ્મ હાસ્ય અને જોક્સથી ભરપુર હોવાનો અંદાજ આવે છે. ત્યારે એક ઇન્ટરવ્યુમાં દુનિયાભરનાં ઘર ઘરમાં જાણીતાં ‘ટામ ઍન્ડ જેરી’ કાર્ટૂનને કોમેડી નહીં પણ હિંસા ગણાવતાં નવો વિવાદ સર્જાયો છે.

અક્ષય કુમારે એમ પણ કહ્યું કે તે એક્શન સીન માટે કાર્ટૂનમાંથી પ્રેરણા લે છે. ‘ખેલ ખેલ મેં’ ફિલ્મની કાસ્ટ તાજેતરમાં એક ઇન્ટરવ્યુ માટે હાજર રહી હતી, ત્યારે ફરદીન ખાને ‘ટામ ઍન્ડ જેરી’ને તેનો ફેવરીટ કોમેડી શો ગણાવ્યો હતો. ત્યારે અક્ષય વચ્ચે પડ્યો અને કહ્યું કે,“ના ના, ટામ ઍન્ડ જેરી કોમેડી નથી.

એ એક્શન છે, એ હિંસા છે.” પોતાની ફિલ્મમાં એક્શન સીન માટે તેમાંથી પ્રેરણા લેવા અંગે તેણે કહ્યું, “હું તમને એક રહસ્યની વાત કહું, મેં અત્યાર સુધીમાં ઘણા એવા એક્શન સીન કર્યાં છે, જેના માટે મેં ટામ ઍન્ડ જેરીમાંથી પ્રેરણા લીધી છે. એ હેલિકોપ્ટરનો સીન, મેં ટામ ઍન્ડ જેરીમાંથી જ લીધો છે.”

અક્ષયે નેશનલ જિઓગ્રાફીમાંથી પ્રેરણા લીધી હોવાની પણ વાત કરી હતી, તેણે કહ્યું, “અને બીજું, જેમાંથી મેં પ્રેરણા લીધી છે, તે છે નેશનલ જિઓગ્રાફીક, જ્યાં તમને જોરદાર એક્શન જોવા મળે છે, ટામ ઍન્ડ જેરીમાં માની ન શકાય એવી એક્શન જોવા મળે છે.” ‘ખેલ ખેલ મેં’માં અક્ષય કુમાર ઉપરાંત તાપસી પન્નુ, ફરદીન ખાન, વાણી કપુર, આદિત્ય સિઆલ, એમ્મી વિર્ક અને પ્રજ્ઞા જયસ્વાલ પણ છે.

આ ફિલ્મ મુદસ્સર અઝીઝ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. અક્ષય કુમાર અને કાર્તિક આર્યન મુદ્દસર અઝીઝ સાથે કામ કરી રહ્યા હોવાની ટકળો તેમના ફૅન્સમાં ફરતી થઈ છે.

કારણ કે તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં અક્ષય પાપરાઝી સામે પોઝ આપતો અને પછી એક બિલ્ડીંમાં પ્રવેશતો અને પછી મુદ્દસર અઝીઝનું અભિવાદન કરતો જોવા મળ્યો હતો. તેની થોડી જ વારમાં એ જ સ્થળે કાર્તિક આર્યન પણ આવી પહોંચ્યો હતો અને તેણે પણ પાપરાઝી સમક્ષ પોઝ આપ્યો હતો. તેનાથી તેમના બંનેના ફૅન્સ તેઓ સાથે કામ કરવાના હોવાની અટકળો લગાવી રહ્યા છે.

આ બંને કલાકારો તેમની ‘ભૂલભૂલૈયા’ ળેન્ચાઇઝીની ફિલ્મો માટે જાણીતા છે. અક્ષય કુમારે જ રૂહ બાબાના પાત્રને સૌથી પહેલાં પડદા પર જીવંત કર્યું હતું અને પછી ‘ભૂલભૂલૈયા ૨’માં કાર્તિકે આ પાત્રને આગળ વધાર્યું હતું. હવે તે આગામી સમયમાં ‘ભૂલભૂલૈયા ૩’ની તૈયારીઓ કરી રહ્યો છે. આ સાથે અક્ષય કુમારે ડિરેક્ટર મુદ્દસર અઝીઝ સાથે ‘ખેલ ખેલ મેં’માં કામ કર્યું, જે ફિલ્મ ૧૫ ઓગસ્ટે રિલીઝ થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.