Western Times News

Gujarati News

અજય દેવગને યુકેમાં ધ્વજ ફરકાવીને સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી

મુંબઈ, ભારતનો ૭૮મો સ્વાતંય દિન ગુરુવારે ઉજવાયો. ત્યારે ઘણા ફિલ્મી અભિનેતાઓએ સોશિયલ મીડિયા પર પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. કોઈએ મિત્રો સાથે ઉજવણી કરી તો કોઈએ પરિવાર સાથે તેની ઉજવણી કરી હતી.

અજય દેવગને યુકેમાં પોતાની આવનારી ફિલ્મ ‘સન ઓફ સરદાર ૨’ની ટીમ સાથે ધ્વજ ફરકાવીને સ્વાતંય દિનની ઉજવણી કરી હતી. આ પ્રસંગનો તેનો વીડિયો વાયરલ થયો હતો.

અજય દેવગને તેનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યાે હતો. તેણે આ પોસ્ટ સાથે કૅપ્શનમાં લખ્યું હતું,“ઘરથી દૂર, પરિવારથી દૂર અને આપણા દેશથી દૂર આ ખાસ દિવસે, પરંતુ તેની મહાનતા, તેની ઊર્જા અને આપણા લોકોની શક્તિની ઉજવણી કરી રહ્યા છીએ તે ઘણું અર્થપૂર્ણ અને શક્તિશાળી અનુભવાય છે.

સન ઓફ સરદાર ૨ની ટીમ તરફથી સ્વાતંય દિનની શુભેચ્છાઓ.” આ સિવાય અજય દેવગન હવે ‘સિંઘમ અગેઇન’માં જોવા મળશે. તેમજ આ વર્ષમાં અજય દેવગનની ત્રણ ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.