Western Times News

Gujarati News

અંબાજીની બજારમાં યુવતિની છેડતી કરતા નબીરાની ધોલાઈ

(પ્રતિનિધિ) અંબાજી, ગઈકાલે મોડી સાંજે શક્તિપીઠ અંબાજીમાં એક ચોકવનારી ધટના સામે આવી હતી. યાત્રાધામ અંબાજીના મુખ્ય બજારમાં નબીરાની ધોલાઈ કરતી બે યુવતીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.

એક યુવાન ઉપર આશિકીનો ભૂત સવાર થતાં ભર બજારે ૨ યુવતીની છેડતી કરી હોવાનો વીડિયો વાઈરલ થઇ રહ્યો છે. અંબાજીની ગ્રામ પંચાયત સામે મોડી સાંજે આ બનાવ બન્યો હતો.

અંબાજીની બજારમાં ખરીદી કરવા આવેલી ૨ યુવતીઓની છેડતી કરવાનો મામલો વાઇરલ વીડિયો મારફતે સામે આવ્યો છે. આ પ્રકારની ઘટનાઓને લઇ પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. વાઇરલ વીડિયો મુજબ આટલા સમય સુધી ભારે હોબાળો થયો તેમ છતાં પોલીસ બનાવ સ્થળે ફરકી ના હતી.

બનાવ સ્થળે લોકોએ છોકરીઓને હીંમત આપતા ૨ છોકરીઓએ નબીરાની ધુલાઈ કરી હતી. અંબાજીના ભર બજારમાં ૨ યુવતીએ નબીરાને લાત અને થપ્પડ મારી હતી. ત્યારે આ સ્થળે મોટી સંખ્યામા લોકોનો ટોળે ટોળા એકઠાં થયા હતા અને વીડિયો ઉતારતા પણ જોવા મળ્યા હતા. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.