Western Times News

Gujarati News

ત્રણ ખાન સાથે ફિલ્મ ઓફર થઈ હતી, પણ મેં ના પાડીઃ શ્રદ્ધા કપૂર

મુંબઈ, શ્રદ્ધા કપુરે પોતાની કૅરિઅરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે, પરંતુ તેણે ક્યારેય બોલિવૂડના ખાન્સ એટલે કે, શાહરૂખ, સલમાન અને આમિર સાથે કામ કર્યું નથી.

તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં શ્રદ્ધાએ આ અંગેનું કારણ જણાવ્યું હતું અને કહ્યું કે તેને હજુ સુધીમાં ખાન્સ સાથે કામ કરવાની તક જ મળી નથી. તેણે એમ પણ કહ્યું હતું કે, ભૂતકાળમાં તેને શાહરુખ, સલમાન અને આમિર સાથે ફિલ્મો ઓફર જરૂર થઈ હતી, પરંતુ વિવિધ કારણોસર તે આ ફિલ્મો કરી શકી નહોતી.

એક પોડકાસ્ટમાં શ્રદ્ધાએ કહ્યું,“ઘણી વખત તમને ફિલ્મો ઓફર થતી હોય છે, પરંતુ તમને લાગે કે પાત્રમાં ખાસ કંઈ નથી કે તમારી સમક્ષ અભિનયના કોઈ પડકાર આવે તેમ નથી તો તમે એવા રોલ જતાં કરો છો. હું જે પ્રકારનું કામ પસંદ કરું છું, તે બાબતે હું ઘણી સ્પષ્ટ છું.”

શ્રદ્ધાએ આગળ કહ્યું,“હું સારી ફિલ્મોનો ભાગ બનવા માગું છું, જેમાં સારી વાર્તા હોય, દર્શકોને મનોરંજન આપે તેવી હોય અને સારા ડિરેક્ટર્સ સાથે સારું કામ કરવું છે. આ બધું કરતાં જો સારા કલાકાર કે સ્ટાર્સ સાથે કામ કરવા મળતું હોય તો હું રાજી જ છું.”

આમ, શ્રદ્ધા કપૂર માટે ફિલ્મની પસંદગીમાં સ્ટાર કાસ્ટનું ખાસ મહત્ત્વ નથી. હાલ તો શ્રદ્ધા કપૂર તેની ફિલ્મની સીક્વલ ‘સ્ત્રી ૨’ની સફળતાની મજા લઈ રહી છે. જેમાં અપારશક્તિ ખુરાના, રાજકુમાર રાવ, અભિષેક બેનર્જી અને પંકજ ત્રિપાઠી પણ છે. ફિલ્મ ૧૫ ઓગસ્ટે રિલીઝ થઈ હતી અને હાલ તેની સાથે રિલીઝ થયેલી બીજી બધી જ ફિલ્મોને પાછળ રાખીને ઓડિયન્સને ભરપુર મનોરંજન પૂરું પાડી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.