Western Times News

Gujarati News

ગુજરાત રાજયમાં વિશેષ પદ સનાતન ધર્મના કાનૂની સહાયક તરીકે જાણીતા એડવોકેટની નિમણૂંક

“મહર્ષિ અને ઋષિઓની પાવન પરા અવિરત ઉજાગર કરવા” ગુજરાત રાજયના સનાતન ધર્મના કાનૂની સહાયક તરીકે ગુજરાતના જાણીતા યુવાધારાશાસ્ત્રી અને નોટરી ઓમપ્રકાશ શાંખલાજીની સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારતે જગદ્દગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજના વરદ્દહસ્તે સાલ ઓઢાડી નિમણૂંક પત્ર એનાયત કરાતા વકીલ અગ્રણીઓએ આવકારી અભિનંદન પાઠવ્યા !!

તસ્વીર સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ, ભારતના ઉપક્રમે તા. ૨૧ ઓગષ્ટ, ૨૦૨૪ ના રોજ અમદાવાદ ખાતે આવેલા શિવાનંદ આશ્રમની છે !

આ આશ્રમમાં જગદ્દગુરૂ શંકરાચાર્ય સ્વામી, શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના ૬૬માં જન્મ દિવસ નિમિત્તે ભારતમાં અને ગુજરાત રાજયમાં વિશેષ પદ સનાતન ધર્મના કાનૂની સહાયક તરીકે જાણીતા યુવાન એડવોકેટ અને નોટરી અને સનાતની શ્રી ઓમપ્રકાશ સાંખલા ઓમગીરીજીની નિમણૂંક મહારાજશ્રીના વરદ્દહસ્તે સાલ ઓઢાડીને તેમજ નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવેલા ત્યારની આ બોલતી તસ્વીર છે !

ગુજરાતના વકીલો માટે એ ગૌરવની વાત છે કે શ્રી સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ, ભારતે સનાતન ધર્મના કાનૂની સહાયક તરીકે શ્રી ઓમપ્રકાશ સાંખલાજીની નિયુક્તિ કરી છે ! જેને હાઈકોર્ટસના એડવોકેટ શ્રી ભુનેશભાઈ રૂપેરાએ ફોજદારી કોર્ટ બારના પૂર્વ પ્રમુખ શ્રી બી. એમ. ગુપ્તાજીએ, અમદાવાદ બારના સીનીયર એડવોકેટ અને અમદાવાદ બારના પૂર્વ પ્રમુખ અને ગુજરાત બાર કાઉÂન્સલના સભ્ય શ્રી પરેશભાઈ જાની સહિત અનેક વકીલોએ આવકારી અભિનંદન પાઠવ્યા છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)

બ્રિટીસ રાજનિતિજ્ઞ લોર્ડ ચેસ્ટર ફિલ્ડે કહ્યું છે કે, ‘ભગવાન પાસે પણ માનવીને માપવાની માપપટ્ટી છે પણ તે વ્યક્તિના મગજને નહીં હૃદયને માપે છે’!! જયારે અમેરિકાના પ્રમુખ બેન્જામીન ફ્રેન્કલીને કહ્યું છે કે, ‘ધર્મ છે છતાં પણ માણસ આટલો પાંગળો છે તો વિચારો ‘ધર્મ’ ન હોત તો તેનું શું થાત ?!’ ભારતમાં સનાતન ધર્મનું નેતૃત્વ ચાર દિશાના ચાર શંકરાચાર્યાે કરે છે !

મહર્ષિ અને ઋષિઓના પાવન પરંપરાને ઉજાગર કરતો અને આગળ વધારતો “સનાતન ધર્મ” એ વિશ્વ કલ્યાણની ભાવના પર ચાલે છે ! આ સંસ્થાનું કામ સનાતન ધર્મ અને સંસ્કૃતિના રક્ષણનું છે અને એટલું જ નહીં દર્શન વિજ્ઞાનના પ્રચારક અને પ્રસારક છે ! દેશમાં ચાર શંકરાચાર્યાેનું પદ “શાસકો પર શાસન” કરનારૂં છે ! આ સનાતન ધર્મને પ્રસાર અને પ્રચાર કરતી સંસ્થાન શ્રી સનાતન ધર્મ સંસ્થા સેવા ટ્રસ્ટ ભારત છે !

જેમાં ગુજરાતના જાણીતા યુવાન એડવોકેટ અને સનાતન ધર્મના મૂલ્યોને વરેલા નોટરી અને એડવોકેટ શ્રી ઓમપ્રકાશ સાંખલાની ગુજરાત રાજય ખાતે “સનાતન ધર્મ” કાનૂની સહાયક તરીકે નિયુક્તિ કરી છે ! જેને ગુજરાતના વકીલ આલમે આવકારી હોવાનું જાણવા મળે છે !!

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.