Western Times News

Gujarati News

સી.એન.વિદ્યાલય ખાતે યોજાયેલી અંડર 15 અને અંડર 17 વયજૂથની હોકી સ્પર્ધામાં 12 ટીમોએ લીધો ભાગ

જવાહરલાલ નહેરુ હોકી સ્પર્ધા 2024 – અમદાવાદ શહેર/ગ્રામ્ય

રાષ્ટ્રીય રમત હોકીની લોકપ્રિયતા વધારવાના ઉમદા ઉદ્દેશ સાથે અને ઉભરતા હોકી ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ સાથે દર વર્ષે દેશભરમાં જવાહરલાલ નહેરુ હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધા રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા કક્ષાઓએ હોકી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં મહત્વનું યોગદાન આપે છે.

જવાહરલાલ નહેરુ હોકી સ્પર્ધા 2024 અંતર્ગત અમદાવાદ જિલ્લાની શહેર/ગ્રામ્ય કક્ષાની અંડર 15 અને અંડર 17 વયજૂથની હોકી સ્પર્ધા શેઠ સી.એન.વિદ્યાલય, આંબાવાડી ખાતે યોજાઇ હતી. જેમાં અમદાવાદ જિલ્લાની શહેર/ગ્રામ્યની શાળાઓની કુલ 12 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાની વિજેતા ટીમ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.