Western Times News

Gujarati News

આલિયાની ‘જિગરા’માં સંજય દત્તની ‘ગુમરાહ’ની નકલ

મુંબઈ, આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘જિગરા’નું ટ્રેલર લોન્ચ થયાં બાદ ઓડિયન્સની ઉત્સુકતા વધી છે. આલિયા ભટ્ટને ફિલ્મમાં એક્શન અવતારમાં જોઈ શકાય છે. આલિયા પોતાના ભાઈને બચાવવા માટે મેદાને પડી હોવાનું ફિલ્મમાં જોવા મળે છે.

સંજય દત્ત-શ્રીદેવીની ‘ગુમરાહ’ ૧૯૯૩ના વર્ષમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની નકલ ‘જિગરા’માં થઈ હોવાનું જાણકારો માને છે. ‘ગુમરાહ’ની નકલ કરતી વખતે ‘જિગરાની’ ટીમે થોડી અક્કલ પણ વાપરી છે. ‘જિગરા’માં ભાઈ-બહેન વચ્ચેના અતૂટ બંધનની સ્ટોરી છે.

તેમાં આલિયા ભટ્ટે ભાઈને ઉગારવા માટે ખતરનાક મિશન હાથમાં લીધું છે. આલિયાની બહાદુરી તેના ભાઈ વેદાંગ રૈનાને બચીવી લેશે. ‘ગુમરાહ’માં પ્રેમિકાને બચાવવા માટે જેલમાં ગયેલા અને ગુનેગારોને હંફાવનારા પ્રેમીનો રોલ સંજય દત્તે કર્યો હતો.

આમ બેઠી નકલ ન લાગે તે માટે ભાઈ-બહેનની સ્ટોરી બનાવવામાં આવી છે. આ બંને ફિલ્મો વચ્ચે અન્ય એક ખાસ કનેક્શન પણ છે. ‘જિગરા’માં આલિયાનો લીડ રોલ છે, જ્યારે તેના પિતા મહેશ ભટ્ટે ‘ગુમરાહ’નું ડાયરેક્શન કર્યું હતું. કરણ જોહરના પ્રોડક્શન દ્વારા ‘જિગરા’ બની રહી છે. આલિયાની બહેન શાહિન ભટ્ટ પણ તેમાં કો-પ્રોડ્યુસર છે. એક્શનની સાથે ઈમોશનલ મસાલા ધરાવતી આ ફિલ્મ ૧૧ ઓક્ટોબરે રિલીઝ થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.