તાપસી પન્નુ બનશે ‘ગાંધારી’
મુંબઈ, અક્ષય કુમારની જેમ તાપસી પન્નુની ફિલ્મો પણ ઘણાં સમયથી ફ્લોપ જઈ રહી છે. સતત નિષ્ફળતાની વચ્ચે તાપસીને પણ અક્ષય કુમારની જેમ નવી ફિલ્મો મળી રહી છે.
તાપસીની આગામી ફિલ્મ ‘ગાંધારી’ નક્કી થઈ છે. મા-સંતાનની લાગણીને રજૂ કરતી આ ફિલ્મમાં એક્શન અને થ્રિલર ઠાંસી-ઠાંસીને ભરવામાં આવ્યા છે. ‘ફિર આયી હસીન દિલરૂબા’ના રાઈટર તાપસી પન્નુ અને કનિકા ધિલ્લોન ફરી એક વાર ‘ગાંધારી’માં સાથે કામ કરી રહ્યા છે. તાપસીની આ ફિલ્મને બોક્સઓફિસ પર રિલીઝ કરવાનું જોખમ લેવાના બદલે સીધી નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે.
ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મની સીધી રિલીઝથી સમગ્ર ટીમ પર કલેક્શનનું પ્રેશર રહેતું નથી. તાપસી પન્નુએ આ ફિલ્મમાં મિશન પર નીકળેલી માતાનો રોલ કર્યાે છે. ‘ગાંધારી’માં રહસ્યના તાણાવાણા સાથે જીવન-મરણનો પ્રશ્ન સંકળાયેલો છે.
તાપસીએ આ અંગે જણાવ્યું હતું કે, ‘ગાંધારી’માં લાગણીઓના ઊંડાણ સુધી પહોંચવાનો પ્રયાસ થયો છે. ૯ વર્ષ અગાઉ એક્શન રોલ કર્યાે હતો. આ સાથે કેરેક્ટર પણ ખૂબ ઈન્ટેન્સ છે. આ પ્રકારની પડકારજનક સ્ક્રિપ્ટ માટે લાંબા સમયથી રાહ જોઈ રહી હતી.
સ્પાયનો રોલ કર્યા પછી વધારે ગહન રોલની જરૂર હતી. ‘ગાંધારી’માં સંતાન માટે બદલો લેવા જીવ જોખમમાં મૂકતી માતાનો રોલ કર્યાે છે. રાઈટર કનિકાએ કહ્યું હતું કે, સંતાન માટે ગમે તે હદે જવા તૈયાર રહેતી માતાની સ્ટોરીમાં ઈમોશન અને એક્શનની સાથે ભરપૂર થ્રિલર છે. નેટિફ્લિક્સ દ્વારા આ ફિલ્મ માટે ક્રીએટિવ ળિડમ અપાઈ હોવાથી ઓડિયન્સને ઈમોશલી ચાર્જ્ડ થવાનો અનુભવ મળશે.SS1MS