Western Times News

Gujarati News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરતા મુખ્યમંત્રીશ્રી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે ગુજરાતની  ત્રિ-દિવસીય મુલાકાતે પધાર્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલપ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માઅમદાવાદ શહેરનાં મેયર શ્રી પ્રતિભાબહેન જૈનરાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમારજીએડીના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાણીરાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયઅમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિકમેજર જનરલ શ્રી ગૌરવ બગ્ગાઅમદાવાદ કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ડેપ્યુટી ચીફ પ્રોટોકોલ ઓફિસર શ્રી સંકેતસિંહ સહિત વરિષ્ઠ અધિકારીઓ અને અફસરોએ પણ વડાપ્રધાનશ્રીનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.