Western Times News

Gujarati News

ભરૂચમાં હોમગાર્ડ જવાને ૧૫ વર્ષની સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ

ભરૂચ, ભરૂચમાં સી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ જવાન તરીકે ફરજ નિભાવતો અને બે સંતાનના પિતાએ ૧૫ વર્ષની સગીરાને સાથે દુષ્કર્મ કરવા સાથે શારીરિક અડપલાં કરી ફોટા અને વિડીયો બનાવી બ્લેક મેલ કરવા સાથે સગીરાને મોકલતા લંપટ હોમગાર્ડ જવાન સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.

ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની સગીર વયની દીકરી ગૌરી વ્રત પૂર્ણ થયા બાદ બે ત્રણ દિવસ પછી સગીરા તેની દાદીના ઘરે વોશરૂમ માટે ગઈ હતી અને ત્યાં વોશરૂમ કરી નાસતો કરવા માટે ડબ્બો ખોલતી હતી. તે દરમ્યાન આરોપી હેમંત સુરેશ રાણા અચાનક આવી સગીરબાળાને પાછળથી પકડી લઈ તેની લેંગીસ તથા કપડાં ઉતારી તેણીની સાથે ગંભીર પ્રકારનું દુષ્કર્મ કરવા સગીરા શારિરિક અડપલા કરતો હતો.

આ તમામ ફોટા અને વિડીયો ઉતારીને સગીરાને બ્લેક મેલ કરી ધમકી આપતો હતો. તેમજ જો સગીરા તેના માતા પિતાને જાણ કરશે તો મારી નાંખવાની ધમકી આપી હતી.

બે સંતાનના બાપે પોતાના સંતાનની ઉમરની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું ભરૂચમાં હવે ખાખી વર્ધી ઉપર પણ ડાઘ સમાન ચોંકાવનારી ઘટના સામે આવી છે.જેમાં હોમગાર્ડ જવાને પોતાના જ સંતાનની ઉંમરની સગીર વયની બાળા સાથે દુષ્કર્મ આચરી ગંભીર પ્રકારનું કૃત્ય કરતા પોલીસે પણ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.