Western Times News

Gujarati News

નવરાત્રી વખતે ચિત્રા નક્ષત્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના

(એજન્સી)અમદાવાદ, દક્ષીણ ચીનમાં બનેલા સઘન વાવાઝોડાના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળાની શાખા સક્રીય થઈ છે. અને આ મજબુત સીસ્ટમ થોડા ઓડીસ્સાના ભાગો, ઝારખંડના ભાગો છત્તીસગઢના ભાગો અને મહારાષ્ટ્રના ભાગો તરફ આવાતા અને અરબી સમુદ્રનો પણ ભેજ ભળતા લગભગ મુંબઈથી સુરત સુધી આ સીસ્ટમ મજબુત થઈ ગઈ છે.

જેના લીધે રપથી ર૮ સીસ્ટમ મજબુત થઈ છે. જેના લીધે રપથી ર૮સપ્ટેમ્બરમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શકયતા રહેશે. કોઈ કોઈ ભાગોમાં ૧૦ ઈંચ તો કયાયંક વળી ૧ર ઈંચ વરસાદ થવાની પણ સંભાવના છે.

આથી આ ભાગોમાં પુર આવવાની પણ શકયતા રહેતા જનધનને કાળજી રાખવાની આવશ્યકતા રહે. હવામાન ખાતાની સુચનાનું પાલન કરવું સારું રહે. તા..ર૭ સપ્ટેમ્બરથી પ ઓકટોબર વચ્ચે હસ્ત નક્ષત્રમાં પણ ગાજવીજ સાથે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની સંભાવના રહેશે. ગરમી છતાં એકાએક સ્થાનીક વવરસાદ થવાની સંભાવના રહેશે. ચીત્રા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શકયતા રહેશે. તેમ અંબાલાલે દા.પટેલે જણાવ્યું છે.

તા.રપ,ર૬,ર૭,ર૮માં બંગાળની શાખા અને અરબી સમુદ્રના પવનના કારણે રાજયના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસરાદ થવાની શકયતા રહે. જેમાં વડોદરાના ભાગો, પંચમહાલના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે અણર્ધાર્યો વરસાદ આવી શકે છે. અમદાવાદ, માણસા, કડી, મહેસાણાના ભાગોમાં આજે વરસાદ આવવાની શકયતા રહેશે.

જેમાં કેટટલાક ભાગોમાં છાંટા અને કેટલાક ભાગોમાં હળવો અને કેટલાક ભાગોમાં જલ ભરાવવાની સ્થિતી બની શકે છે. દક્ષીણ ગુજરાતના સુરત વગેરે ભાગોમાં પણ આજે ભારે વરસાદ થઈ શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શકયતા રહેશે. વરસાદ રપ,ર૬,ર૭,ર૮ સુધી રહેશે અને ગાજવીજનું પ્રમાણ વધુ રહેશે. પવનનું પ્રમાણ વધારે રહેશે. મેઘલ અવસ્થામાં આવેલ કૃષિ પાકોમાં પડી જવાની શકયતા રહેશે. ર૩ સપ્ટેમ્બરથ ઓકટોબર વચ્ચે ગરમી પડશે અને વરસાદની સ્થિતી થતા ગરમીમાં ઘટાડો પણ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.