Western Times News

Gujarati News

પંકચર પડેલી ટ્રકમાંથી રૂ.ર૦ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

પ્રતિકાત્મક

આણંદ, આણંદના વાસદ બગોદરા સ્ટેટ હાઈવે ઉપર બોરસદમાં કાઠીયાવાડી હોટલ નજીક પંકચર કરાવવા ઉભેલી કન્ટેનર ટ્રકમાંથી આણંદ એલસીબીની ટીમે રૂ.ર૦,ર૩,૮૦૦ની કિંમતની વિદેશ દારૂ સાથેના મુદ્દામાલ સાથે રાજસ્થાનના ચાલકને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

આણંદ એલસીબીને બાતમી મળી હતી કે કન્ટેનર ટ્રક નં.કેએ-૧૩-સી-પ૬૭૭માં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને આ ટ્રક હાલમાં વાસદ બગોદરા સ્ટેટ હાઈવે ઉપર બોરસદ કિસ્મત કાઠીયાવાડી હોટલ નજીક પંકચર કરાવવા માટે ઊભી છે. આણંદ એલસીબીની ટીમે ટ્રકના ડ્રાઈવર બાબતે પૂછપરછ કરતા ડ્રાઈવરે પોતાનું નામ ઈરશાદખાન મહંમદખાન મુસ્લિમ (રહે.પીપરોલી, પાણીની ટાંકી પાસે, તા.પહાડી, જિ.ભરતપુર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.

ટ્રકમાં શું ભરેલ છે તે બાબતે પૂછતાં કોઈ ફાઈબર ભરેલું હોવાનું જણાવ્યું હતું. એલસીબીની ટીમે તપાસ કરતા નારિયેળના વેસ્ટ ભૂસાની આડમાં વિદેશી દારૂ છૂપાવેલ હોવાનું જણાઈ આવતા ડ્રાઈવર સાથે ટ્રકને બોરસદ શહેર પોલીસમથકે લાવી વિદેશી દારૂની ગણતરી કરતાં ટ્રકમાંથી રૂ.ર૦,ર૩,૮૦૦ની કિંમતની વિદેશી દારૂ ઝડપાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.