Western Times News

Gujarati News

ફવાદ ખાનની કમબૅક ફિલ્મનું લંડનમાં શૂટિંગ

મુંબઈ, ફવાદ ખાનની ‘ધ લિજન્ડ્‌સ ઓફ મૌલા જટ્ટ’ તો ભારતમાં રિલીઝ થઈ શકી નહીં, પરંતુ તેની બોલિલૂડ કમબૅક ફિલ્મનું કામ યોગ્ય ગતિમાં ચાલી રહ્યું હોવાના અહેવાલો છે. હાલ આ ફિલ્મનું નામ ‘અબીર ગુલાલ’ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, છેલ્લે ફવાદ ૨૦૧૬માં આવેલી ‘એ દિલ હે મુશ્કિલ’માં જોવા મળ્યો હતો.

તાજેતરના અહેવાલો અનુસાર, ફવાદ ખાન અને વાણી કપૂરે આ ફિલ્મ માટે લંડન ખાતે ૨૮ સપ્ટેમ્બરથી શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. ત્યાર બાદ તે ભારતમાં શૂટ માટે આવે તેવી પણ શક્યતાઓ છે.

ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર, “આ ફિલ્મ લંડનમાં રહેતા એક શેફ તેમજ એક સીધી સાદી ભારતીય છોકરીની સ્ટોરી છે, જે લંડનની મુલાકાતે ગઈ હોય છે. આ ફિલ્મ માટે ૧૦ નવેમ્બર સુધી લંડનમાં શૂટ ચાલશે. થોડાં દિવસો પછી મલાઇકા અરોરા અને રિદ્ધી ડોગરા પણ શૂટ માટે લંડન પહોંચશે. ત્યાર પછી ફવાદ પાકિસ્તાન પાછો ફરશે, જ્યારે ફિલ્મની ટીમ મુંબઈમાં આગળનું શૂટ કરશે.

મોટા ભાગના દૃશ્યો અને ગીતો લંડનમાં જ શૂટ કરવામાં આવશે.”‘ઉડતા પંજાબ’, ‘સુપર ૩૦’ અને ‘વિક્રમ વેધા’ જેવી ફિલ્મોના પ્રોડ્યુસર વિવેક અગ્રવાલ આ ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા છે તેમજ આરતી બગડી આ ફિલ્મ ડિરેક્ટ કરે છે.

૨૦૨૫ સુધીમાં આ ફિલ્મનું શૂટ પૂરું થઈ જશે. તેમજ ૨૦૨૬ની શરૂઆતમાં ફિલ્મ રિલીઝ થશે. ફવાદ ખાન અને માહિરા ખાનની ‘લિજેન્ડ્‌ઝ ઓફ મૌલા જટ્ટ’ પંજાબમાં ૨ ઓક્ટોબરે રિલીઝ થવાની હતી. પરંતુ તેનો વિરોધ થતાં રિલીઝ અટકાવી દેવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.