Western Times News

Gujarati News

ભરૂચના આશ્રમ નજીકની અવાવરું જગ્યા ઉપર સુરક્ષા વધારવા મહંતની માંગ

દિવસ રાત પ્રેમી પંખીડાઓ કઢંગી હાલતમાં બેસી પ્રેમાલાપ કરતા હોવાના ચોંકાવનારા વિડીયો સામે આવતા પોલીસ પેટ્રોલીંગ વધારે તેવી માંગ

(પ્રતિનિધી) ભરૂચ, ગુજરાતમાં આસો નવરાત્રીમાં ગરબા રમવા નીકળતી યુવતીઓ અને સગીરાઓ ઉપર ગેંગરેપની ઘટનાઓ સતત ચિંતાજનક બની રહી છે અને આવી ઘટના ભરૂચમાં ન બને અને મંદિર અને આશ્રમના મહંતની સુરક્ષા માટે પોલીસ પેટ્રોલીંગ વધારે તેવી માંગ ઉઠવા પામી છે.

આસો નવરાત્રીમાં ગુજરાતના વિવિધ જીલ્લાઓ માંથી ગેંગરેપ જેથી ગંભીર ઘટનાઓ ઉપરાછાપરી સામે આવી છે.ત્યારે આવી ઘટનાનું ભરૂચમાં પુનરાવર્તન ન થાય તે માટે ભરૂચના નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલ કેબલ બ્રિજ નજીક આવેલ રામ જાનકી આશ્રમના મહંત દ્વારા પોલીસ પેટ્રોલીંગ વધારવા સાથે મહંતની પણ સુરક્ષા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ઝાડેશ્વરના નર્મદા નદી કાંઠે રામ જાનકી આશ્રમ આવેલું છે અને આ મંદિર અને આશ્રમની આસપાસ અવાવરું જગ્યા અને નદીના કાંઠા ઉપર કોલેજીયન યુવક અને યુવતીઓ દિવસ રાત પ્રેમાલાપ કરવા કઢંગી હાલતમાં રહી બિભત્સ ચેનચારા કરતા હોય અને હાલ માં જ બે દિવસ અગાઉ રાત્રે પ્રેમી પંખીડાઓ શરીર સુખ માણતા હોય તે બાબતે મંદિરના મહંતે ટોકતા પ્રેમી ટોળા સાથે ધસી આવ્યા હતા અને પોલીસ આખરે મામલાને થાળે પાડયો હતો.

ત્યારે ગુજરાતમાં ગેંગરેપ જેવી ઘટનાઓ સતત બની રહી છે.ત્યારે ભરૂચમાં નદીના કાંઠા ઉપર રામ જાનકી આશ્રમ પાસે કેબલ બ્રિજ અને નવા સરદાર બ્રિજ નજીક પ્રેમી પંખીડાઓ સતત દિવસ રાત અડિંગો જમાવી રહ્યા છે

અને અત્યંત બિભત્સ અવસ્થામાં બેસી મંદિરના મહંતોને શરમાવે તે પ્રકારના કૃત્ય કરતા હોય જેથી ભરૂચના શીતળા માતાના મંદિરથી નર્મદા પાર્ક સુધીના નદીના કાંઠાના અવાવરું સ્થળો ઉપર પ્રેમી પંખીડાઓ ખોળાઓમાં બેસી ગંભીર પ્રકારના બિભત્સ ચેનચારા કરતા હોવાના દ્રશ્યો આજે પણ જોવા મળી રહ્યા છે. ઝાડેશ્વરના રામ જાનકી આશ્રમ મંદિર નજીકનો વિસ્તાર અવાવરું છે

અને આ સ્થળ ઉપર દિવસ રાત પ્રેમી પંખીડાઓ બિભત્સ અવસ્થામાં બેસી અડિંગો જમાવે છે અને બે દિવસ અગાઉ પણ પ્રેમી પંખીડા નગ્ન અવસ્થામાં ઝડપાયા હતા અને હાલમાં ગુજરાતમાં જે પ્રકારે ગેંગરેપની ઘટના બની રહી છે તેવી ઘટના અહીં ન બની જાય તે માટે પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવે અને મંદિરના મહંતોની સુરક્ષા કરવામાં આવે તેમ મંદિરના મહંત રાઘવેન્દ્ર દાસજીએ મીડિયા સમક્ષ કહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.