મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં વેશભૂષાનો કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ)મોડાસા, સમગ્ર ગુજરાતમાં માતાજીની નવરાત્રી નો પર્વ ચાલી રહ્યો છે ત્યારે માતાજીનું આજે આઠમનું નોરતું છે અને આ નોરતે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં વર્ષોથી આઠમના દિવસે વેશભૂષા નો કાર્યક્રમ યોજાય છે અબાલ વૃદ્ધ નાના બાળકો પણ આ વેશભૂષામાં જોડાઈ છે
આ વેશભૂષામાં અવનવી ઝાંખી ઓ રજૂ કરવામાં આવી હતી આ વેશભૂષામાં મહાકાળીનું રૂપ એવું બતાવ્યું હતું જાણે કે સ્વયં મહાકાળી માં પાવાગઢ થી આવ્યા હોય આ વેશ ભૂષા કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકો કાલિદાસભાઇ પટેલ અમરીશ ભાઈ પટેલ જલદીપ પટેલ જયદીપ ચૌધરી પિયુષ પટેલ કલ્પેશ પ્રજાપતિ ભાર્ગવ પટેલ ગુરુદત્ત પટેલ અને ચિરાગ પ્રજાપતિએ ભારે જેહમત ઉઠાવી હતી.