Western Times News

Gujarati News

પરિણીત મહિલાના ઈન્સ્ટાગ્રામ ઉપર વિડીયો કોલ કરી છેડતી કરનાર યુવક ઝડપાયો

(પ્રતિનિધિ) ભરૂચ, સોશ્યલ મીડિયાના જમાનામાં સાયબર ફોર્ડ અને મહિલાઓને બ્લેકમેલ કરવાના કિસ્સા સામે આવતા હોય છે.ત્યારે આવો જ એક કિસ્સો ભરૂચમાં સામે આવ્યો હતો.

જેમાં મહિલાની ઈન્સ્ટગ્રામ આઈડીને હેક કરી પતિ – પત્નીના ઝઘડામાં અજાણયા ભેજાબાજે મહિલાનું ઈન્સ્ટગ્રામનું નકલી આઈડી બનાવી મહિલાને વારંવાર ઈન્સ્ટાગ્રામ થકી વિડીયો કોલ કરી હેરાનગતિ કરવા સાથે તેના પતિને પણ ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કરનાર સાયબર ભેજાબાજ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તેને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે.

સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં મહિલા ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ આક્ષેપ કર્યા હતા કે કોઈ અજાણ્યા ભેજાબાજે ફરિયાદનીના નામની આઈડી બનાવી અને ફરિયાદીનું ઓરીજનલ ઈન્સ્ટાગ્રામનું આઈડી હેક કરી તેણી પર્સનલ માહિતી મેળવી ફરિયાદી બેનને વિડીયો કોલિંગ કરી

તેને તથા તેના પતિને મેસેજ કરી માનસિક રીતે હેરાન કરવાના ઈરાદા થી તથા ફરિયાદી બેનના લગ્ન જીવનમાં ભંગ કરવાનું કૃત્ય સાથે ફરિયાદી બેનને બ્લેકમેલ કરવા તથા ફરિયાદી બેન નું ખોટું આઈડી બનાવી તેના પતિને પણ ગેરમાર્ગે દોરવા માટેનું કૃત્ય કરનાર સામે ફરિયાદ આપી હતી.

સાયબર ક્રાઈમની ટીમે ઈન્સ્ટા આઈડી કેવી રીતે ફરિયાદીનું હેક થયું તે દિશામાં તપાસ કરતા ફરિયાદીનું ઈન્સ્ટા આઈડી ઉપરથી તેની જન્મ તારીખ તથા તેની પર્સનલ માહિતી ઉઠાવી નકલી ઈન્સ્ટગ્રામ આઈડી બનાવી સાયબર ક્રાઈમના ગુનાને અંજામ આપનાર ભરૂચના ચાવજ ગામના પ્રજાપતિ ફળિયામાં રહેતા પિયુષભાઈ પ્રવીણભાઈ પ્રજાપતિને ઝડપી પાડવામાં આવતા તેણેજ ફરિયાદીનું નકલી ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી પતિ પત્નીમાં ઝઘડા થાય

અને બંને ભેગા ન થાય અને પતિ પત્ની વચ્ચે લંગરીયુ નાંખવાના હેતુથી આ કૃત્ય કર્યું હોવાનું કબુલતા પોલીસે પિયુષ પ્રજાપતિ સામે ફરિયાદીની છેડતી અને સાયબર એક્ટ ૬૬ અને ૬૬ સી મુજબ ગુનો દાખલ કરી તેની અટકાયત કરી કોર્ટમાં રજુ કરી તેના રિમાન્ડ મેળવવાની કવાયત હાથધરી છે.

ભરૂચના ચાવજ ગામેથી સાયબર ક્રાઈમના ગુનાનો પિયુષ પ્રજાપતિ ઝડપાયો છે અને તે પોતે પરણિત છે છતાં દંપતીના જીવનમાં લંગરીયુ નાંખવા મહિલાનું ઈન્સ્ટા આઈડી હેક કરી તેજ નામનું આઈડી બનાવી મહિલાના લગ્ન જીવનમાં ભંગ કરવાનું કૃત્ય કરતા જો તમે ઈન્સ્ટાગ્રામ,ફેસબુક કે કોઈપણ સોશ્યલ મીડિયાની એપ વાપરતા હોવ તો પોતાનું પ્રાઈવેટ એકાઉન્ટ રાખજો નહીંતર ભેજાબાજો લગ્ન જીવન તોડાવી નાંખવા સુધીની હદ વટાવી શકે છે તેવો કિસ્સો સામે આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.