Western Times News

Gujarati News

કઠલાલના કાકરખાડ વેજલીયાની મુવાડી ખાતેથી વિદેશી દારૂ સાથે ઈસમ ઝડપાયો

(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા ખેડા – નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદનાઓએ જીલ્લામાં પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ એસ.જી.પટેલ

તથા પો.સ.ઇ એસ.બી.દેસાઇ નાઓની સુચના મુજબ ગત તા.૧૩/૧૦/૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના પો.સ.ઇ એસ.બી.દેસાઇ નાઓ સાથે હેડ.કો.જયદિપસિંહ, શૈલેષકુમાર, ભાવેશભાઇ , દિપકુમાર , નિલેશભારથી વિગેરે નાઓ કઠલાલ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ હતા દરમ્યાન છીપડી પાટીયા પાસે આવતા

અ.હેડ.કો.જયદીપસિંહ તથા પો.કો. નિલેશભારથી નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે કાકરખાડ સીંમ, વેજલીયા વિસ્તારમાં રહેતા મહોબતસિહ કાળુસિહ ડાભી નાઓના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો પરપ્રાંતનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.

જે વિદેશી દારૂનો જથ્થો હાલ સદર ઇસમના ઘરમાં રાખેલ છે.જે હકીકત આધારે કાકરખાડ, વેજલીયા વિસ્તારમાં આવેલ મહોબતસિહ કાળુસિહ ડાભી નાઓના રહેણાંક મકાન પાસે આવતા સદર મકાનમાં એક ઇસમ હાજર હોય જે વિદેશી દારૂની પેટીઓ ગોઠવતો હતો જેથી સદર ઇસમને જે તે જગ્યાએ રોકી લઇ મહોબતસિહ ઉર્ફે ફતેસિહ સ/ઓ કાળુસિહ ગોતાજી ડાભી રહે.કાકરખાડ સીંમ,

વેજલીયા વિસ્તાર તા.કઠલાલ જી.ખેડા નો હોવાનુ જણાવેલ નાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વગર પાસ-પરમીટનો ભારતીય બનાવટની પરપ્રાંતની વિદેશી દારૂની જુદી-જુદી બનાવટની નાની-મોટી બોટલો તથા બીયર ટીન મળી કુલ નંગ-૨૭૪૮ જેની કુલ કિં.રૂ.૩,૬૬,૭૮૦/- નો દારૂ વેચાણ કરવા સારૂ રાખી સ્થળ ઉપરથી હાજર મળી આવી પકડાઇ ગયેલ હોય.

તેમજ સદર વિદેશી દારૂનો જથ્થો મુકી જનાર ના.ફ આરોપી દિલીપસિંહ ઉર્ફે મોટો ભયો ઘેલસિંહ ડાભી રહે.કાકરખાડ, વેજલીયાની મુવાડીની નાઓ હાજર નહિ મળી આવી સદરહું પકડાયેલ તેમજ ના.ફ ઇસમ વિરૂદ્ધમાં કઠલાલ પો.સ્ટે ગુનો રજીસ્ટર કરેલ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.