હવે બધાને સ્પાય મૂવીનો ચસકો, મેં તો વર્ષો પહેલાં કરી લીધીઃ તાપસી
મુંબઈ, તાપસી પન્નુની આગામી ફિલ્મ ‘ગાંધારી’ એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જે માતા-પુત્રીના સંબંધ પર આધારિત છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં તાપસીએ સ્પાય ફિલ્મોના ટ્રેન્ડ પર કટાક્ષ કરતાં કહ્યું કે બધાને હવે સ્પાય થ્રિલર ફિલ્મોમાં કામ કરવું છે, પણ એ આ કામ વર્ષાે પહેલાં કરી ચૂકી છે.
તાપસીની ‘બૅબી’ અને ‘નામ શબાના’ પછી આ પ્રકારની ફિલ્મની શક્યતા અંગે તેણે કહ્યું, “મને મજા પડે એવા એક્શન કેરેક્ટર કરવા ગમે છે. પહેલાં એક્શન સ્પાય થ્રિલરની આવી ફેશન નહોતી. હવે બધાને સ્પાય થ્રિલર કરવી છે.
હું એ વર્ષાે પહેલાં કરી ચૂકી છું, જો હવે એ હું ફરી કરીશ તો વિચિત્ર લાગશે, કે તું કેમ એકનું એક પ્રકારનું કામ કરે છે? એ સમયે એ કામ અલગ ગણાતું હતું, એ મજા હવે ફરી એવું જ કામ કરીને હું બગાડવા માગતી નથી.
હું બહુ સ્પષ્ટ છું કે જો મારે એક્શન થ્રિલર કરવી હશે તો હું ફરી કોઈક અલગ દુનિયામાં જવાનું પસંદ કરીશ.” આગામી ફિલ્મ ‘ગાંધારી’ વિશે વાત કરતાં તાપસીએ કહ્યું,“આ એક માતાનાં દિકરી માટેના બદલાની વાત છે. તમને એ ફિલ્મ જોઇને સમજાશે. દેવાશિષ મખીજાએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે, જેઓ આ પહેંલાં ‘અજ્જી’ અને ‘જોહરામ’ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી ચૂક્યા છે.
કનિકાએ ફિલ્મ લખી અને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.” તાપસીએ ‘ડંકી’માં શાહરૂખ ખાન સાથે કામ કર્યું હતું, આ અંગે પોતાના અનુભવો વિશે વાત કરતાં તાપસીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું,“જ્યારે તમે શાહરૂખ ખાન સાથે સેટ પર હોય ત્યારે તમે ગમે તેમ કરો પણ તમે તમારી ક્ષમતાનું ૧૦૦ ટકા પ્રદાન કરો છો.”
જ્યારે શાહરુખ પાસેથી તાપસીએ જે શીખ્યું છે એ અંગે વાત કરતાં કહ્યું,“એમના મનમાં ૫૦ બાબતો ચાલતી હશે, પરંતુ એ જ્યારે રિહર્સલમાં હશે તો એમનું ૧૦૦ ટકા ધ્યાન એમાં જ હશે.
જ્યારે એ શૂટ કરતા હશે તો બધો જ સમય એ સેટ પર જ હશે, તમે એ માણસને સેટ પરથી થોડી વાર માટે પણ દૂર જતા જોશો નહીં.” શાહરુખના આ ૧૦૦ ટકા સમર્પણ ભાવે તાપસીને કોઈ જ જાતની ઇતર બાબતોમાં ધ્યાન આપ્યા વિના એકાગ્રતા સાથે કામ કરવાની પ્રેરણા આપી હોવાનું તેણે સ્વીકાર્યું હતું.SS1MS