Western Times News

Gujarati News

લોરેન્સ બિશ્નોઇની ધમકી વચ્ચે વધુ એક સિંગર આવ્યો સલમાન ખાનના સપોર્ટમાં

મુંબઈ, બોલિવૂડના ભાઈજાન કહેવાતા સલમાન ખાન આ દિવસોમાં મુશ્કેલીમાં છે. કાળિયાર શિકાર કેસને લઈને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ લાંબા સમયથી તેનો પીછો કરી રહ્યો હતો. તાજેતરના દિવસોમાં તેને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે.

થોડા દિવસો પહેલા જ્યારે બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી ત્યારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે બાબાની હત્યા એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તે સલમાનની નજીક હતો. લોરેન્સ ગેંગની આ કથિત સોશિયલ મીડિયા પોસ્ટ છતાં પણ ઘણા લોકો સલમાનના સમર્થનમાં છે.

હવે સિંગર મીકા સિંહે સલમાનના સમર્થનમાં નિવેદન આપ્યું છે.મીકા સિંહનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે લાઈવ કોન્સર્ટ દરમિયાન સલમાન ખાનને સપોર્ટ કરતો જોવા મળી રહ્યો છે.

મીકા સિંહે સ્ટેજ પરથી સલમાન માટે ફિલ્મ ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’નું પોતાનું ગીત ગાયું. તે કહે છે, “સલમાન ખાન માટે આ પંક્તિ છે ‘ભાઈ મેં ભાઈ તુ ફિકર ના કર… કહો અપુન કો બાતા દે કભી હો ગયી ફંટર… સબકી અપને નામ સે અપુન જાયે જીધર.”મીકા સિંહના આ વીડિયો પર ઘણા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

પાપારાઝી વિરલ ભયાનીએ મીકાનો આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યાે છે. એકે લખ્યું, “વિનાશ કાલ વિપરીત બુદ્ધિ.” પંકજ શર્મા નામના યુઝરે લખ્યું, “આને આપણે પગમાં કુહાડી મારવી કહીએ છીએ.”

ઘણા લોકો કહી રહ્યા છે કે મીકાએ સલમાનને સપોર્ટ કરીને તેની મુશ્કેલીઓ વધારી છે. જો કે, ઘણા લોકો મીકા સિંહને રાજા કહી રહ્યા છે અને તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.