‘મધુબાલા’ ફેમ દૃષ્ટિ ધામી ૩૯ વર્ષની ઉંમરે બની માતા
પોસ્ટ કરીને ખુશી કરી વ્યક્ત
પ્રેગ્નન્સીના ૧૦મા મહિનામાં તેણે દીકરીને જન્મ આપ્યો, લગ્નના ૯ વર્ષ બાદ તેને માતા બનવાનું સુખ મળ્યું
મુંબઈ,યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલા પછી વધુ એક ટીવી સ્ટારના ઘરમાં ખુશી છવાઈ ગઈ છે. ટીવીની ‘મધુબાલા’ એટલે કે અભિનેત્રી દૃષ્ટિ ધામી માતા બની છે. તેણે આ ખુશખબર સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી છે. પ્રેગ્નન્સીના ૧૦મા મહિનામાં તેણે દીકરીને જન્મ આપ્યો. લગ્નના ૯ વર્ષ બાદ તેને માતા બનવાનું સુખ મળ્યું. તેણે સોશિયલ મીડિયા પર દીકરીના આગમન પર પોતાની ખુશી વ્યક્ત કરી છે, જેના પર હવે માત્ર સેલેબ્સ જ નહીં પણ ફેન્સ પણ તેને અભિનંદન આપી રહ્યા છે.
દૃષ્ટિ ધામીએ આ સોમવારે કહ્યું હતું કે ૪૧ અઠવાડિયા પછી પણ તેની ડિલિવરી થઈ નથી અને બીજા જ દિવસે તેણે ફરીથી એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે તે માતા બની ગઈ છે.દૃષ્ટિ ૧૦ મહિનાથી દીકરીના જન્મની રાહ જોઈ રહી હતી, જે હવે પૂરી થઈ ગઈ છે. તેણે પોતાની દીકરીના જન્મના ખુશખબર પણ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યા. ૨૨ ઓક્ટોબરે તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો, જેની માહિતી તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ ક્યૂટ વીડિયો શેર કર્યાે હતો, જેની સાથે તેણે તેના ચાહકોને તેની બાળકીના જન્મ વિશે માહિતી આપી હતી. તેણે વીડિયોની સાથે એક સુંદર કેપ્શન પણ લખ્યું છે. અભિનેત્રીએ લખ્યું- ‘સ્વર્ગથી સીધા આપણા હૃદયમાં એક નવું જીવન, સંપૂર્ણપણે નવી શરૂઆત. ૨૨.૧૦.૨૪ તે અહીં છે! ઉત્સાહિત માતા-પિતા દૃષ્ટિ અને નીરજ.’ માતા-પિતા બન્યા બાદ દૃષ્ટિ અને તેના પતિ નીરજ ખેમકા ખૂબ જ ખુશ છે.ss1