કેટરીના કૈફને તેના સાસરિયાઓએ ખાસ નામ આપ્યું
કેટરીનાનું તેના સાસરિયાઓ સાથે બોન્ડિંગ
વિક્કી કૌશલ અને કેટરિના કૈફ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ કપ્લસમાંથી એક છે
મુંબઈ,વિક્કી કૌશલ અને કેટરિના કૈફ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ કપ્લસમાંથી એક છે. આ જોડીએ ડિસેમ્બર ૨૦૨૧માં લગ્ન કર્યાં હતા. આ કપ્લસે લગ્ન સુધી પોતાના સંબંધો વિશે મૌન સેવ્યું હતું અને લગ્ન બાદ પણ પોતાના લગ્નના ફોટા શેર કરીને ચાહકોને ખુશ કર્યા હતા. કેટરિના કૈફ અને વિકી કૌશલ તેમની અદભૂત કેમેસ્ટ્રી અને એકબીજા પ્રત્યેના પ્રેમથી તેમના ચાહકોને ખુશ કરી રહ્યા છે. આ સેલિબ્રિટી કપલ માત્ર એકબીજા સાથે સારા સંબંધો જ નથી શેર કરતા, પરંતુ એકબીજાના પરિવારનો આદર કરે છે અને તેમના સાસરિયાઓ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે છે.
કેટરિના કૈફ વિકી કૌશલના માતા-પિતા સાથે દરેક તહેવાર ઉજવે છે. તાજેતરમાં અભિનેત્રીએ કરવા ચોથની તસવીરો શેર કરી હતી, જેમાં તેના પતિ વિકી સિવાય તે તેના સાસુ-સસરા સાથે પણ જોવા મળી હતી. વિકી કૌશલ પણ ઘણીવાર તેની પત્નીના પરિવાર સાથે જોવા મળે છે. વિકીનો પરિવાર પણ કેટરીનાને ખૂબ પ્રેમ કરે છે. અભિનેત્રીએ પોતે કૌશલ પરિવાર તરફથી મળતા પ્રેમ વિશે ખુલીને વાત કરી છે.૨૦૨૨માં કેટરીનાએ ખુલાસો કર્યાે હતો કે તેના સાસુ-સસરા એટલે કે શામ કૌશલ અને વીણા કૌશલે પણ તેને ખૂબ જ સુંદર ઉપનામ આપ્યું છે. કેટરિનાએ આ વાતનો ખુલાસો ‘દ કપિલ શર્મા શો’ દરમિયાન કર્યાે હતો.
તેણે કહ્યું કે તેના સાસરિયાઓએ તેને હુલામણું નામ આપ્યું છે અને તેને ‘કિટ્ટો’ કહે છે. અભિનેત્રી કહે છે- ‘મારા ઈન-લોઝ મને કિટ્ટો કહે છે.’ આ સાંભળીને એક્ટ્રેસ ‘ફોન ભૂત’ના કો-સ્ટાર ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી હસવા લાગે છે.આ સાથે કેટરિનાએ એ પણ ખુલાસો કર્યાે કે તેની સાસુ પણ તેના ડાયટનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. તેણી તેના માટે શક્કરીયા પણ રાંધે છે, જે તેના આહારનો એક ભાગ છે. આ વિશે વાત કરતાં કેટરિનાએ કહ્યું હતું કે, ‘શરૂઆતમાં મા મને પરાઠા ખવડાવતી હતી અને હું ડાયેટ પર હોવાથી હું તે ખાઈ શકતી નહોતી. ક્યારેક તે ટુકડો ખાઈ લેતી. હવે અમારા લગ્નને લગભગ એક વર્ષ થઈ ગયું છે, મમ્મી મારા માટે શક્કરીયા તૈયાર કરે છે.ss1