Western Times News

Gujarati News

‘પુષ્પા’માં સામંથાની જગ્યા અભિનેત્રી શ્રદ્ધા કપૂરે લીધી

અલ્લુ અર્જુનની ફિલ્મમાં શ્રદ્ધા એક ખાસ સોંગ કરશે

પહેલી ફિલ્મમાં સામંથાના સોંગ ‘અન્ટવા વામા’ને ભરપૂર લોકપ્રિયતા મળી હતી, આ ગીત ખૂબ વખણાયું હતું

મુંબઈ,‘પુષ્પા- ધ રાઇઝ’ પછી હવે ‘પુષ્પા- ધ રુલ’ની સૌથી વધુ આતુરતાથી રાહ જોવાઈ રહી છે. પહેલી ફિલ્મમાં સામંથાના સોંગ ‘અન્ટવા વામા’ને ભરપૂર લોકપ્રિયતા મળી હતી. આ ગીત ખૂબ વખણાયું હતું. તેનાથી સામંથા પણ એક સેન્સેશન બની ગઈ હતી. હવે એવી શક્યતાઓ છે કે સામંથાની જગ્યાએ શ્રદ્ધા કપૂર આ ફિલ્મમાં એક સ્પેશિયલ સોંગ કરશે. શ્રદ્ધા કપૂર આ પહેલાં તેલુગુ ફિલ્મ ‘સાહો’માં પ્રભાસ સાથે કામ કરી ચૂકી છે, તેથી તેલુગુ ઇન્ડસ્ટ્રી અને ઓડિયન્સમાં તે પહેલાંથી જ જાણીતી છે.

હવે ‘સ્ત્રી ૨’ સફળતા પછી ફિલ્મના મેકર્સ તેને પોતાની ફિલ્મમાં લેવા માગે છે, જેથી તેમની ફિલ્મને શ્રદ્ધાની પૅન ઇન્ડિયા લોકપ્રિયતાનો લાભ થઈ શકે. આ ફિલ્મના બીજા ભાગમાં પણ અલ્લુ અર્જુનની હિરોઇન તો રશ્મિકા મંદાના જ રહેશે, જે ફરી શ્રીવલ્લીના રોલમાં જોવા મળશે. હવે શ્રદ્ધા જેવા લોકપ્રિય ચહેરાને લઇને મેકર્સ સમગ્ર દેશમાં ફિલ્મની પહોંચ વધારવા માગે છે. તેઓ ઇચ્છે છે કે બીજી ફિલ્મનું સોંગ અન્ટવા વામાથી પણ વધુ લોકપ્રિય થાય. સાથે જ તેમની આશા છે કે આ ફિલ્મ પહેલા ભાગ કરતાં પણ વધુ કમાણી કરવામાં સફળ રહેશે. જોકે, શ્રદ્ધાની આ ફિલ્મમાં એન્ટ્રી અંગે હજુ ફિલ્મ સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ દ્વારા કન્ફર્મેશન અપાયું નથી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.