Western Times News

Gujarati News

ધ સાબરમતી રિપોર્ટને લઈને વિક્રાંત મેસીને મળી ધમકીઓ

મુંબઈ, એકતા કપૂર ગુજરાતમાં થયેલા ગોધરાકાંડ પરની ફિલ્મ સાબરમતી રિપોર્ટ લાવી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં વિક્રાંત મેસી, રિદ્ધિ ડોંગરા અને રાશિ ખન્ના મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું તે દરમિયાન વિક્રાંત મેસીએ એક ચોકાંવનારો ખુલાસો પણ કર્યો. વિક્રાંત એ જણાવ્યું કે આ ફિલ્મને લઈને તેને સોશિયલ મીડિયા પર ધ્યાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. જોકે આ વાતથી તેને કોઈ જ ચિંતા નથી કારણ કે વર્ષ ૨૦૦૨માં થયેલા ગોધરા ટ્રેન અગ્નિકાંડની ઘટનાઓ પર આધારિત આ ફિલ્મ સંપૂર્ણ રીતે તથ્યો પર આધારિત છે.

ગોધરા કાંડ પર આધારિત આ ફિલ્મમાં વિક્રાંત એક સ્થાનિક પત્રકારની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના નિર્માતાઓનું કહેવું છે કે આ ફિલ્મ સાચી ઘટનાઓથી પ્રેરિત છે. ફિલ્મને એકતા કપૂર અને ધીરજ સરના નિર્દેશિત કરી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું ત્યારે વિક્રાંત મેસીએ જણાવ્યું કે, ફિલ્મ ને લઈને તેને ધમકીઓ મળી રહી છે.

તેના પર ધ્યાન આપ્યા વિના તે એટલું જ કહેવા માંગે છે કે તેઓ એક ટીમ તરીકે બધી જ સ્થિતિને સંભાળી રહ્યા છે. સાબરમતી ટ્રેન ઘટના પછી ગુજરાતમાં થયેલા દંગા ને લઈને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે વિક્રાંત એ જણાવ્યું કે, તે કલાકાર છે અને તે લોકોને સ્ટોરી વિશે જણાવે છે. ફિલ્મને જોયા વિના પૂર્વધારણા બનાવવી જોઈએ નહીં. ફિલ્મમાં તેઓ તથ્ય પર આધારિત પહેલું ઉપર વાત કરી રહ્યા છે.

ટ્રેલર લોન્ચ દરમ્યાન એકતા કપૂર એ પણ ફિલ્મને લઈને પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે, કે કોઈપણ ધર્મ માટે ટિપ્પણી નહીં કરે કારણ કે તે હિન્દુ છે. તે બધા જ ધર્મને પ્રેમ કરે છે. સાથે જ તેને લોકોને મેસેજ આપ્યો હતો કે આ ફિલ્મ બધાએ જોવી જોઈએ. કારણકે આ ફિલ્મ સત્ય પર આધારિત છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.