Western Times News

Gujarati News

રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીત્યા બાદ ટ્રમ્પે પુતિનને કર્યાે ફોન

યુરોપમાં US આર્મીની હાજરીની યાદ અપાવી પુતિને

ટ્રમ્પને તેમની ચૂંટણી જીત પર અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે તેઓ તેમની સાથે વાત કરવા તૈયાર છે

વાશિગ્ટન,રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીત્યા બાદ ટ્રમ્પે પુતિનને કર્યાે ફોન, યુરોપમાં ેંજી આર્મીની હાજરીની અપાવી દીધી યાદઅમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ૭ નવેમ્બરે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. એક અહેવાલ મુજબ ેંજી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ કોલ તેમના ફ્લોરિડામાં સ્થિત રિસોર્ટમાંથી કર્યાે હતો. આ દરમિયાન ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિને યુક્રેનમાં યુદ્ધ ન વધારવાની સલાહ આપી અને તેમને યુરોપમાં અમેરિકાની મોટી સૈન્ય હાજરીની યાદ અપાવી.

પુતિને ટ્રમ્પને તેમની ચૂંટણી જીત પર અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે તેઓ તેમની સાથે વાત કરવા તૈયાર છે. તેમણે યુએસ-રશિયા સંબંધોને પુનઃસ્થાપિત કરવા અને યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા તરફ કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. બંને નેતાઓએ યુરોપિયન ખંડ પર શાંતિના ધ્યેય અંગે ચર્ચા કરી હતી અને ટ્રમ્પે યુદ્ધના વહેલા ઉકેલની ચર્ચા કરવા માટે વાતચીત ચાલુ રાખવામાં રસ દર્શાવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે તેઓ રશિયા- યુક્રેન યુદ્ધને તરત જ ખતમ કરી દેશે.

જો કે તેઓ આ યુદ્ધ કઈ રીતે ખત્મ કરશે તેની વિગતો આપી ન હતી. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, આ બાબતથી વાકેફ લોકોએ કહ્યું કે ટ્રમ્પે અંગત રીતે સંકેત આપ્યો છે કે તેઓ એવા સોદાને સમર્થન આપશે જેમાં રશિયાના કબજા હેઠળનો કેટલાક વિસ્તાર રહેશે. ટ્રમ્પે પુતિન સાથેની વાતચીત દરમિયાન જમીનનો મુદ્દો પણ થોડા સમય માટે ઉઠાવ્યો હતો.રશિયન રાષ્ટ્રપતિ સાથેના કોલ મામલે વ્હાઈટ હાઉસ દ્વારા અગાઉ કોઈપણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી ન હતી, મંગળવારે તેમની નિર્ણાયક જીત બાદ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સહિત લગભગ ૭૦ વિશ્વ નેતાઓ સાથે વાત કરી છે.

તેમણે એલોન મસ્ક સાથે પણ વાત કરી હતી. રશિયાએ શરૂઆતમાં ટ્રમ્પની જીત પર ઠંડકભરી પ્રતિક્રિયા આપી હતી. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ જણાવ્યું હતું કે પુતિનની કોઈ એવા બિનમૈત્રીપૂર્ણ દેશના આવનારા રાષ્ટ્રપતિને આમંત્રણ આપવાની યોજના નથી, જે પ્રત્યક્ષ કે આડકતરી રીતે અમારા રાજ્ય સામે યુદ્ધમાં શામેલ છે. જો કે ગુરુવારે રાષ્ટ્રપતિ પુતિને જાહેરમાં ટ્રમ્પને તેમની જીત પર અભિનંદન આપ્યા હતા અને પેન્સિલવેનિયામાં હત્યાના પ્રયાસ છતાં મેદાનમાં અડગ ઊભા રહેવા બદલ તેમને બહાદુર પણ ગણાવ્યા હતા

.પુતિને કહ્યું હતું કે, “મને નથી લાગતું કે ટ્રમ્પ સાથે વાત કરવી ખોટું છે. જો વિશ્વના કેટલાક નેતાઓ સંપર્ક પુનઃસ્થાપિત કરવા માંગે છે, તો હું તેમની વિરુદ્ધ નથી. અમે ટ્રમ્પ સાથે સંબંધો પુનઃસ્થાપિત કરવાની ઈચ્છા સાથે વાત કરવા તૈયાર છીએ.” , યુક્રેનિયન કટોકટીનો અંત લાવવામાં મદદ, મારા મતે, જુલાઈમાં હત્યાના પ્રયાસ પછી ટ્રમ્પે જે રીતે પોતાની જાતને સંભાળી છે તે રીતે હું પ્રભાવિત છું અને ટ્રમ્પ એક બહાદુર માણસ છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.