અભિષેક–ઐશ્વર્યાના ડિવોર્સની ચર્ચા વચ્ચે નિમ્રત કૌરે અંતે મૌન તોડ્યું
મુંબઈ, છેલ્લા ઘણા સમયથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે છૂટાછેડા અંગે અનેક પ્રકારની અફવાઓ અને ચર્ચાઓ ચાલી રહી છે. તેમાં છેલ્લા કેટલાંક વખતથી જાણીતી એક્ટ્રેસ નિમ્રત કૌરનું નામ પણ જોડાયું છે.
તેના પર અનેક લોકોએ ઘર તોડવાના આરોપ મુક્યા તો કોઈએ તેને ઐશ્વર્યા અભિષેકનાં સંબંધો તોડવા માટે જવાબદાર પણ ગણાવી. તો છેલ્લાં બે-ચાર દિવસથી આ ચર્ચાઓ વચ્ચે અમિતાબ બચ્ચને નિમ્રત કૌરને કોઈ ફિલ્મ સંદર્ભે લખેલો જૂનો પત્ર પણ વાયરલ થયો હતો.
વર્ષ ૨૦૧૩માં જ્યારથી ‘ધ લંચબોક્સ’ ફિલ્મ આવી ત્યારથી નિમ્રત કૌર જાણીતી થઈ છે, તેણે અનેક ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યાે છે. તે અભિષેક બચ્ચન સાથે ‘દસવીં’ ફિલ્મમાં કામ કરી ચૂકી છે. આ ઉપરાંત તે અમેરિકન વૅબ સિરીઝ ‘હોમલૅન્ડ’માં પણ કામ કરી ચૂકી છે, જેમાં તેણે એક આઈએસઆઈ એજન્ટનો રોલ કર્યાે હતો.
કારકિર્દીમાં આ સ્તર હાંસલ કર્યા પછી પણ નિમ્રત છેલ્લા કેટલાંક સમયથી સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરી રહી છે. તેમ છતાં તે પણ બચ્ચન પરિવારના સભ્યોની જેમ મૌન જાળવી રહી હતી.
તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં નિમ્રતે આ અંગે જવાબ આપતાં કહ્યું,“હું કશું કરી શકી હોત તો પણ લોકોએ તો તેમને જે બોલવું છે, એ જ બોલ્યાં હોત. આ પ્રકારની ગોસિપનો કોઈ અંત જ નથી અને હું મારા કામ પર ધ્યાન આપવામાં માનું છું.”નિમ્રત કૌર હવે અક્ષય કુમાર સાથે મેડોક ફિલ્મ્સની ‘સ્કાયફોર્સ’માં કામ કરી રહી છે.
તેણે ૨૦૧૬માં અક્ષય સાથે ‘એરલિફ્ટ’માં પણ કામ કર્યું હતું. આગામી ફિલ્મમાં તેની સાથે સારા અલી ખાન અને વીર પહારિયા પણ છે. જ્યારે અભિષેક હાલ શુજિત સરકારની ફિલ્મ ‘આઇ વોન્ટ ટુ ટોક’ની રિલીઝની તૈયારી કરી રહ્યો છે. આમ બંને પોતાના કામ પર ધ્યન આપી રહ્યા છે. તેમજ કોઈ પણ પ્રકારના વિવાદમાં પડવા માગતા નથી.SS1MS