Western Times News

Gujarati News

ખ્યાતિ ગ્રુપના કાર્તિક પટેલે સાંતેજમાં 650 પ્લોટ વેચી પૈસા લઈ લીધા પણ દસ્તાવેજો કરી આપ્યા નથી

સાંતેજની ભાગોળે ધી પાર્ક લેન્ડ એવન્યુમાં 650 પ્લોટની સ્કીમમાં જમીન ખરીદનારાઓ પાસે પૈસા લઈ લીધા છે, પરંતુ તેમને દસ્તાવેજ કરી આપ્યા નથી.

ખ્યાતિ ગ્રુપના કાર્તિક પટેલે પ્લોટિંગ સ્કીમ મુકી રોકાણકારોના 125 કરોડનું કૌભાંડ કર્યુ હતું

(એજન્સી)અમદાવાદ, ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટીના ડૉક્ટર કાર્તિક પટેલે ભાડજ પાસે છ લાખ વાર જમીનમાં 650 પ્લોટની સ્કીમ મૂકીને કોરાણકારો પાસે કરોડો રૂપિયા પડાવી લીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સાંતેજની ભાગોળે ધી પાર્ક લેન્ડ એવન્યુમાં 650 પ્લોટની સ્કીમમાં જમીન ખરીદનારાઓ પાસે પૈસા લઈ લીધા છે, પરંતુ તેમને દસ્તાવેજ કરી આપ્યા નથી. જેમાં સહકારી મંડળીના કાયદાનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ રીતે કાર્તિક પટેલે 700 થી 900 કરોડનું કૌભાંડ આચર્યું છે.  650 Plot Scheme in Santaj The Park Land Avenue

જમીન કૌભાંડમાં સહકારી રજિસ્ટ્રારે કાર્તિક પટેલની ગેરરીતિઓ પકડી પાડી હતી. પૂર્વ સહકાર કમિશનર કમલ શાહ દ્વારા જમીનની ખરીદી માટે નાણાં ચૂકવનાર દરેકને દસ્તાવેજ કરી આપીને પ્લોટની ફાળવણી કરવાની સૂચના આપવામાં આવી હતી.

ખ્યાતિ ગ્રુપના કાર્તિક જશુભાઈ પટેલે નળસરોવર પાસે પોલો ટાઉનશીપમાં વીગ્સ ઓફ લાઈફ નામની પ્લોટીગની સ્કીમ મુકીને રોકાણકારોને પાસેથી આશરે ૧રપ કરોડથી વધુની રકમ તાજેતરમાં ઉઘરાવી લીધી છે.

નળસરોવર પાસે મુકેલા પ્લોટના વેચાણ માટે આશરે ર૦૦ જેટલા દલાલોને રાજપથ કલબમાં તા.૧૩મી ઓકટોબરથી ર૩મી સુધી ભવ્ય પાર્ટી આપીને તેમને રોકાણ લાવનારને દસ ટકા સુધીની કમીશન આપવાનું કહયું હતુ.

ખરેખર નળસરોવર પાસે મુકવામાં આવેલ પ્લોટીગની સ્કીમની જમીનનો એમઓયુ મૈત્રી બિલ્ડર પાસે રૂ.પ કરોડનો કર્યો હતો. અને જેમાં ૧૦૦ વીઘા જમીનનો એમઓયુ કરીને રોકાણકારોરને ૬૦૦ વીઘા હોવાનું જણાવ્યું હતું.

ખરેખર ખ્યાતિ ગ્રુપના કાર્તિક જશુભાઈ પટેલ અને અગાઉ પણ પ્લોટીગની સ્કીમો કરીને નાણાં ઉઘરાવી લીધા હતા. આ પછી જમીનોના ભાવો વધી જતા રોકાણ કરેલ કરતા ઓછા ભાવે પરત મેળવી લીધી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.