Western Times News

Gujarati News

પ્રેમીએ પ્રેમિકાના પતિનું અપહરણ કરી માર મારી હાથ-પગ તોડી નાખ્યા

અમદાવાદ, પરણિતાના પ્રેમીએ પતિનું અપહરણ કરી બેઝબોલ સ્ટિક મારી હાથ-પગ તોડી નાખ્યા હોવાનો કિસ્સો બન્યો છે. પરણિતાએ પ્રેમી સહિત ચાર શખ્સો સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં અપહરણ અને મારામારીની ફરિયાદ નોંધાવી છે.

સરદારનગરમાં ૩૧ વર્ષીય મહિલા પતિ અને બાળકો સાથે રહેતી હતી. પતિ દારૂની લતવાળો હોઇ પરણિતા સંતાનોને લઈને પિયરમાં રહેવા જતી રહી હતી.

ઘણા સમયથી દંપતી સાથે રહેતા ન હતા. જોકે, તહેવારોમાં પતિ પત્ની અને સંતાનોને મળવા સાસરીમાં આવતો હતો. ગત દેવદિવાળીની રાત્રે પતિ બાળકો માટે ફટાકડા લઈને સાસરીમાં ગયો હતો. ત્યાં મોડી રાત સુધી સૌએ ભેગા મળી ફટાકડા ફોડ્યા હતા.

બીજી તરફ, પરણિતાને પાડોશી યુવક સાથે પ્રેમસંબંધ હતો. દેવદિવાળીની રાત્રે પતિ આવ્યો તે બાબતથી પ્રેમી નારાજ હતો. આ મામલે પ્રેમીએ મિત્રો સાથે મળીને મહિલાના પતિનું રિક્ષામાં અપહરણ કર્યું હતું. કરાઈ કેનાલના તટમાં લઇ જઇ બેઝબોલ સ્ટિક વડે માર મારી હાથ-પગ તોડી નાખ્યા હતા. બાદમાં પ્રેમીએ પ્રેમિકાને ફોન કર્યાે હતો કે, તારા પતિનું અપહરણ કર્યું છે અને તેને માર મારી રહ્યો છે.

પરણિતાએ સાસુ અને સસરા સહિત પરિવારના સભ્યોને આ અંગેની જાણ કરી હતી. જોકે, ૧૫ નવેમ્બરની આખી રાત પતિ ઘરે આવ્યો ન હતો. બીજા દિવસે સવારે યુવકને તેના ઘરની બહાર ફેંકી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આ મામલે પરણિતાએ તેના પ્રેમી સહિત ચાર લોકો સામે સરદારનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા ફરાર આરોપીની શોધખોળ હાથ ધરાઇ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.