Western Times News

Gujarati News

કેશોદમાં યુવકની આંખમાં હુમલાખોરે દાતરડું ઘૂસાડી દીધું

જુનાગઢ, જુનાગઢના કેશોદમાં રસ્તા પર નીકળવા જેવી સામાન્ય બાબતે એક યુવક પર જીવલેણ હુમલો થયો છે, જેમાં હુમલાખોરે યુવકની આંખમાં દાંતરડું ઘુસાડી દીધું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આ યુવકને રાજકોટ હોસ્પિટલ ખસેડાયો છે. સુભાષ રામદેભાઇ કરગઠિયા નામનો ૧૮ વર્ષીય યુવાન પોલીસ ભરતી માટે દોડની પ્રેક્ટિસ કરવા માટે પોતાના મિત્રો સાથે એનપી કોલેજ ગ્રાઉન્ડમાં જઈ રહ્યો હતો.

ત્યારે ઇન્દિરાનગરમાં કોમલ નાથાભાઈ રાઠોડ નામના શખ્સે તેમને આ રસ્તેથી નીકળવું નહીં તેવી ધમકી આપી હતી. આ યુવાનો દોડની પ્રેક્ટિસ કરીને પરત જઈ રહ્યા હતા ત્યારે કોમલ નાથાભાઈ રાઠોડ નામના શખ્સે આ યુવાનોને રોકીને ધમકી આપી હતી અને દાતરડાથી જીવલેણ હુમલો કર્યાે હતો.

હુમલાખોરે દાતરડું સુભાષ કરગઠિયાની ડાબી આંખમાં ઉંડે સુધી ઘુસાડી દીધું હતું. સુભાષ કરગઠિયા નામના યુવકની ડાબી આંખ અને નાકના વચ્ચેના ભાગે દાતરડું ઉંડે સુધી ઘુંસી ગયું હતું. યુવકના મોઢા ભાગે ઘુંસાડાયેલું દાતરડું ન નીકળતાં યુવકને દાતરડાં સાથે કેશોદ અને જુનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

પોલીસે ઇજાગ્રસ્ત યુવકના પિતા રામદેભાઇ ભોવાનભાઈ કરગઠિયાની ફરિયાદ આધારે કોમલ નાથાભાઈ રાઠોડ નામના શખ્સ વિરુદ્ધ ગેરકાયદેસર રોકી, ઇજા પહોંચાડી, ધમકી આપી હત્યાનો પ્રયાસ સહિત કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.