Western Times News

Gujarati News

લગ્નમાં આવેલી મહિલાના સોના-ચાંદીના દાગીના-રોકડ ભરેલા પર્સની ચોરી

પ્રતિકાત્મક

પાલનપુર, પાલનપુર ગઠામણ પાટિયા પાસે આવેલા મંગલમૂર્તિ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગે હલ્દી રસમમાં મહિલા સ્ટેજ ઉપર હલ્દી લગાવવા ગયા બાદ પરત આવી જોતા પર્સની ચોરી થતા અંદાજિત ર૧.પ૦ તોલા સોનું ૧.૪૦૦ કિ.ગ્રામ ચાંદીના દાગીના રૂ.૩પ,૦૦૦ રોકડા અને ૮૦૦ ઓસ્ટ્રેલિયા ડોલરની ચોરી થતા પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

મહેસાણાના ધોબીઘાટ રોડ પર આવેલી તુલસી પાર્ક સોસાયટી ખાતે રહેતા સુરેશકુમાર જોઈતારામ પટેલ જમીન લે-વેચના ધંધા સાથે સંકળાયેલા છે જેઓ તા.૧પ.૧૧.ર૦ર૪ના રોજ મહેસાણાથી તેમની પÂત્ન હીનાબેન અને તેમના દીકરા-દીકરી સાથે પાલનપુર ખાતે રહેતી તેમની બહેનના દીકરાના લગ્નમાં આવ્ય્‌ હતા.

ત્યારબાદ તા.૧૬.૧૧.ર૦ર૪ના રોજ પાલનપુર ગઠામણ તરફ જતા રોડ ઉપર મંગલમૂર્તિ પાર્ટી પ્લોટ ખાતે બહેનના દીકરાના લગ્ન પ્રસંગે હલ્દી પ્રોગ્રામ તથા જમણવાર રાખેલો હોવાથી પરિવાર સાથે પાર્ટી પ્લોટ ખાતે ગયા હતા. તે વખતે ભાણીયાનું મામેરુ ભરી બીજા દાગીના લગ્નપ્રસંગમાં પહેરવા સારું લાવ્યા હતા. તે એક પર્સમાં દાગીના તથા રોકડ રકમ તથા ઓસ્ટ્રેલિયન ડોલર રાખેલ હતા. જે હીનાબેનને સાચવવા આપ્યું હતું.

ત્યારબાદ સાંજના આશરે સાડા ચારેક વાગ્યાના સુમારે પાર્ટી પ્લોટના હોલમાં હલ્દી પ્રોગ્રામ સારું ગયા હતા તે સમય દરમિયાન સ્ટેજની સામે સોફામાં બેઠેલા હતા અને વારાફરતી હલ્દી રસમ કરવા સારું જતા હતા ત્યારે હીનાબેન સ્ટેજ ઉપર હલ્દી રસમ કરવા જતા તેમને સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તથા ઓસ્ટ્રેલિયન ડોલર ભરેલ પર્સ સોફા ઉપર મુકી હલ્દી રસમ કરવા ગયેલ અને હલ્દી રસમ કરી

પરત પાંચેક મિનિટમાં સોફા ઉપર બેસવા માટે પરત આવતા તે વખતે સોના તથા ચાંદીના દાગીના, રોકડ રકમ તથા ઓસ્ટ્રેલિયન ડોલર ભરેલું પર્સ જણાઈ આવ્યું ન હતું. ત્યારબાદ આ બાબતે તપાસ કરતા પર્સ ચોરી થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી આ અંગે સુરેશભાઈ પટેલે અલગ અલગ સોના ચાંદીના દાગીના કુલ વજન ર૧.પ૦ તોલા તથા અલગ અલગ ચાંદીના દાગીના કુલ વજન ૧.૪૦૦ કિ. ગ્રામ તથા રોકડ રૂ.૩પ,૦૦૦ અને ૮૦૦ ઓસ્ટ્રેલિયન ડોલર પાર્ટી પ્લોટના હોલમાં સ્ટેજની સામે બેઠક માટે રાખેલ સોફા ઉપર મુકેલું પર્સની કોઈ અજાણ્યો વ્યક્તિ ચોરી કરી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.