TVS મોટર કંપનીએ નવા ફીચર અને ટેક્નોલોજી સાથે અપાચે RTR160 4V લોન્ચ કર્યું
- ઇનોવેશનથી ભરપૂર બ્રાન્ડને વધુ મજબૂત કરવા સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી મોટરસાઇકલ બ્રાન્ડ પૈકીની ટીવીએસ અપાચેએ ઉન્નત ટીવીએસ અપાચે આરટીઆર 160 4V બજારમાં મુકીને પોતાનું નેતૃત્વ બરકરાર રાખ્યું.
- મોટરસાઇકલ મજબૂત 160cc એન્જીન, 37mm USD સસ્પેન્શન,અને સેગમેન્ટમાં પ્રથમ રાઇડ મોડઝથી સજ્જ છે જે અદભૂત કન્ટ્રોલ અને સ્થિરતા આપે છે.
- 160cc સેગમેન્ટમાં અગ્રણી ટીવીએસ અપાચે 160 4V સતત અપવાદરૂપ કામગીરી આપી રહ્યું છે, જે તે સેગમેન્ટની સૌથી પ્રિય મોટરસાઇકલ બનાવે છે.
- મોટરસાઇકલ રૂ. 1,39,990 (એક્સ–શૌરૂમ નવી દિલ્હી)ના આકર્ષક ભાવે તમામ રંગોમાં ઉપલબ્ધ છે.
બેંગલુરુ, ઇનોવેશન અને ટેકનોલોજી પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતી, દ્વિ-ચક્રી અને ત્રિ-ચક્રી વાહનોની અગ્રણી કંપની ટીવીએસ મોટર કંપનીએ નવા ફીચર્સ અને ટેકનોલોજી સાથે નવું ટીવીએસ અપાચે આરટીઆર 160 4V બજારમાં મુક્યું છે. આજના ચાલકોની માંગ પૂરી કરે એવા ફીચર્સથી સજ્જ ટીવીએસ મોટર્સ આધુનિક ટેક્નોલોજી, વધુ સુંદર દેખાવ અને ઉન્નત ક્ષમતાઓવાળી હાઇપર્ફોર્મન્સ બાઇક આપવાની પોતાની કટિબદ્ધતાનો પુનરુચ્ચાર કરે છે. TVS MOTOR COMPANY LAUNCHES TVS APACHE RTR 160 4V WITH NEW FEATURES AND TECHNOLOGY.
ટીવીએસ અપાચે આરટીઆર 160 4Vની અદ્યતન આવૃત્તિ ગ્રાહકોને આધુનિક ટેક્નોલોજી, ઉન્નત કામગીરી અને અજોડ દેખાવનો સમન્વય પૂરો પાડે છે અને સ્ટાઇલ, ચપળતા અને સચોટતા ઇચ્છતા નવી પેઢીના ચાલકો માટે તૈયાર કરવામાં આવી છે.
ચપળતાને ધ્યાનમાં રાખીને તૈયાર થયેલી
9,250 આરપીએમ પર 17.55 પીએસ હોર્સપાવર અને 7500 આરપીએમ પર 14.73 ન્યુટન મિટર ટોર્ક પૂરા પાડતું 159.7સીસી, ઓઇલ-કૂલ્ડ, ફ્યુઅલ ઇન્જેક્ટેડ, 4-વાલ્વ એન્જિન પ્રભાવી પાવર અને સરળ હેન્ડલિંગ પૂરા પાડે છે. સેગમેન્ટમાં પ્રથમ 37એમએમ અપસાઇડ ડાઉન (યુએસડી) સસ્પેન્શન અને સ્પોર્ટ, અર્બન અને રેઇન, એમ ત્રણ મોડ વિવિધ પરિસ્થિતિઓમાં કંટ્રોલ, સ્થિરતા અને અનુકૂલન પૂરા પાડે છે. ઉન્નત પર્ફોર્મન્સ માટેના આ સેટઅપથી ચાલક શહેરની ગલીઓમાં કે પછી ખુલ્લા હાઇવે પર સરળતાથી વાહન ચલાવી શકે છે.
ઇનોવેશનથી ઉન્નત, સહજ સવારી,
ટીવીએસ અપાચે આરટીઆર 160 4Vની નવીનતમ આવૃત્તિ ઇનોવેટિવ અને ચાલકને અનુકૂળ સુવિધાઓથી ભરપૂર છે. TVS SmartXonnectTM ટેક્નોલોજી બ્લૂટૂથ કનેક્ટિવિટી, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, કૉલ અને એસએમએસ એલર્ટ્સ અને વોઇસ આસિસ્ટ સુવિધાઓથી સજ્જ છે. ગ્લાઈડ થ્રુ ટેક્નોલોજી (GTT) શહેરના ગીચ ટ્રાફિકમાં અવરોધરહિત અને સ્મૂધ રાઇડને સુનિશ્ચિત કરે છે, જ્યારે એડજસ્ટેબલ બ્રેક અને ક્લચ લિવર્સ આરામમાં વધારો કરે છે, જે ચાલકોની વૈવિધ્યસભર પસંદગીઓને પૂરી પાડે છે.
અલગ તરી આવતી ડિઝાઇન
આકર્ષક દેખાવ માટે ડિઝાઇન કરાયેલી ટીવીએસ અપાચે આરટીઆર 160 4V ગ્રેનાઇટ ગ્રે, મેટ બ્લેક અને પર્લ વ્હાઇટ જેવા આકર્ષક વિકલ્પો સાથે આવે છે. આ આકર્ષક રંગો સ્પોર્ટી, રેસ-પ્રેરિત ગ્રાફિક્સ, ગોલ્ડન-ફિનિશ યુએસડી ફોર્ક્સ અને લાલ એલોય વ્હીલ્સના પૂરક છે. આ મોટરસાઇકલ અતિશય સુંદર છે તેમજ તે સ્ટાઇલિંગ અને નક્કરતાથી ભરપૂર અને સંતુલિત છે.