Western Times News

Gujarati News

ડિવોર્સની અફવાઓ વચ્ચે અભિષેક બચ્ચને ઐશ્વર્યાનો આભાર માન્યો

મુંબઈ, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચેના ડિવોર્સ અને ગ્રે ડિવોર્સની ચર્ચાઓ ઘણા લાંબા સમયથી ચાલે છે. આ સંદર્ભે તેમના જૂના વીડિયો અને ઇન્ટરવ્યુ પણ વારંવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યા કરે છે.

ત્યારે હવે અફવાઓથી જાણે બચ્ચન પરિવાર પણ કંટાળ્યો કે અકળાયો હોય એમ લાંબા સમય સુધી મૌન જાળવી રાખ્યા બાદ હવે બચ્ચન પરિવારના સભ્યો એક પછી એક જાણે આ અફવાઓને ફગાવતા થયા છે.

થોડાં વખત પહેલાં અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર આ પ્રકારની ચર્ચાઓને વેગ આપતા માધ્યમોનો ઉધડો લીધો હતો. હવે એક ઇન્ટરવ્યુમાં અભિષેકે ઐશ્વર્યાના વખાણ કરતાં તેનો આભાર માન્યો છે, કે તેણે હંમેશા આરાધ્યાને પ્રાથમિતા આપી છે.

તાજેતરમાં અભિષેક બચ્ચને પોતાની ફિલ્મ ‘આ વોન્ટ ટુ ટોક’ના પ્રમોશન સંદર્ભે આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું,“જ્યારે મારો જન્મ થવાનો હતો ત્યારે મારા માતાએ કામ કરવાનું બંધ કરી દીધું હતું કારણ કે એ પોતાના બાળકો સાથે સમય વિતાવવા માગતી હતી.

અમને ક્યારેય પિતા આસપાસ નથી એવો અહેસાસ જ થયો નહોતો. મને લાગે છે કે દિવસના અંતે કામ કરીને પછી તમે રાત્રે ઘેર આવો છો. મારા ઘરમાં, હું નસીબદાર છું કે હું બહાર જઈ શકું છું અને ફિલ્મો કરી શકું છું પરંતુ મને ખ્યાલ છે કે ઐશ્વર્યા ઘરે આરાધ્યા સાથે છે અને હેં આ બાબતે તેનો ખુબ આભારી છું, પરંતુ મને નથી લાગતું કે બાળકો આવું વિચારે છે. એ તમને કોઈ ત્રીજા વ્યક્તિ તરીકે નહીં પણ તમને પરિવારના પહેલા વ્યક્તિ તરીકે જુએ છે.”

આ રીતે તાજેતરમાં ઐશ્વર્યાએ પણ કશું બોલીને નહીં પણ કરી બતાવીને અફવાઓને બહાલી આપી હતી. થોડાં દિવસો પહેલાં ઐશ્વર્યાએ તેના જીવનનાં બે સૌથા મહત્વનાં પ્રસંગોને જોડતા સંસ્મરણોની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી – આરાધ્યાનો ૧૩મો જન્મદિવસ અને તેના પિતા કૃષ્ણરાજ રાયની જન્મતિથિ. જેમાં ઐશ્વર્યા અને આરાધ્યા કૃષ્ણરાજની તસવીર સમક્ષ માથું નમાવતાં દેખાયાં હતાં. જ્યારે આ તસવીરોમાં એક તસવીર ઐશ્વર્યા અને આરાધ્યાની હતી. જેમાં મુંબઈ ખાતે થયેલી આધ્યાના જન્મદિવસની ઉજવણીની હતી.

જેમાં ઐશ્વર્યા આરાધ્યાને પાછળથી ભેટીને ઊભી દેથાય છે અને તેના હાથમાં વેડિંગ રિંગ પણ સ્પષ્ટ દેખાતી હતી. આ રીતે તેણે ડિવોર્સની અફવાઓને ફગાવી દિધી હતી. જોકે, તેમ છતાં કેટલાંક લોકોએ આ ઉજવણીમાં અભિષેકની ગેરહાજરીની ચર્ચાઓ કરી હતી. કેટલીક વખત એભિષેક અને ઐશ્વર્યાના સંબંધોમાં તિરાડ પડવા માટે શ્વેતા નંદાને પણ જવાબદાર ઠેરવવામાં આવી છે.

ત્યારે હવે તેણે પણ જાણે આ અફવાઓને ફગાવી દિધી છે. ઐશ્વર્યાની ભાભી શ્રીમા રાયે સોશિયલ મીડિયા પર એક સુંદર બુકેની તસવીર શેર કરી હતી, જેમાં આછા ગુલાબી રંગના ગુલાબ અને સૂર્યમુખીનાં ફૂલો હતાં અને તેમાં તેણે શ્વેતા નંદા અને નિખિલ નંદાનો આભાર પણ માન્યો હતો. પરંતુ થોડાં જ વખતમાં તેણે આ પોસ્ટ ડિલીટ કરી દિધી હતી. જેથી ફરી ચર્ચાઓને વેગ મળ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.