Western Times News

Gujarati News

અજમેર દરગાહ મુદ્દે બાબા બાગેશ્વરનું નિવેદન

બાંગ્લાદેશના કિસ્સામાં બાબાએ જણાવ્યું કે અહીંના મુસ્લિમોએ ત્યાંના મુસ્લિમોને સારી રીતે અપીલ કરવી જોઈએ

એક સર્વે થવો જોઈએ, ત્યાં ભગવાન શંકરની સ્થાપના કરો

નવી દિલ્હી,બાબા બાગેશ્વરની હિન્દુ એકતા પદયાત્રાનો આજે ૮મો દિવસ છે. તે દરમ્યાન પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ આજે અજમેરના ખ્વાજા સાહેબની દરગાહ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ત્યાં રૂદ્રાભિષેક કરવો જોઈએ, સર્વે કરવો જોઈએ અને ત્યાં ભગવાન શંકરની સ્થાપના કરવી જોઈએ.જે મંદિરો હતા તે મસ્જિદમાં પરિવર્તિત થયા હતા, હવે તે મંદિરો તરીકે પાછા આવી રહ્યા છે. જે મંદિરો મુગલ અકબર બાબર દ્વારા તોડવામાં આવ્યા હતા તે મસ્જિદમાં ફેરવાઈ ગયા હતા અને હવે તે ફરી પાછા આવી રહ્યા છે.

કોર્ટે અજમેરમાં ખ્વાજા સાહેબની દરગાહ પર આ દાવાની સુનાવણી કરવાનું કહ્યું છે. ત્યાં રૂદ્રાભિષેક કરવો જોઈએ, સર્વે કરવો જોઈએ અને ત્યાં ભગવાન શંકરની સ્થાપના કરવી જોઈએ.સંભલમાં મહિલાઓને પથ્થર ફેંકવા અંગેના બાબાએ જણાવ્યું કે મહિલાઓને ઢાલ બનાવવામાં આવી છે, તેની પાછળ એક મોટું ષડયંત્ર છે, કોઈ વિદેશી શક્તિ છે, આ બધું પ્રાયોજિત રીતે કરવામાં આવ્યું છે, કાયદાનો ડર બતાવવા માટે, એકતા બતાવવા માટે.બાંગ્લાદેશના કિસ્સામાં બાબાએ જણાવ્યું કે અહીંના મુસ્લિમોએ ત્યાંના મુસ્લિમોને સારી રીતે અપીલ કરવી જોઈએ કે ભારતમાં મસ્જિદો પર પ્રતિબંધ નથી, તેથી બાંગ્લાદેશમાં પણ મંદિરો પર પ્રતિબંધ ન લગાવવો જોઈએ.
ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.