Western Times News

Gujarati News

ઈવીએમ હેકિંગ દર્શાવતો વાયરલ વીડિયો નકલી અને પાયાવિહોણો

મુંબઈ, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કેટલાક વિરોધ પક્ષો દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

જોકે, પંચે વિપક્ષના દાવાને ફગાવી દીધા છે. અહીં, ઈવીએમ પર વિપક્ષના સવાલો વચ્ચે એક વાયરલ વીડિયોમાં, કેટલાક લોકો ઈવીએમ સાથે કથિત છેડછાડની યોજના ઘડી રહ્યા છે. આ પછી મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીની ફરિયાદ પર મુંબઈ સાયબર પોલીસે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.

મહારાષ્ટ્રના સીઈઓ (ચીફ ઇલેક્ટોરલ ઓફિસ) કાર્યાલયે કહ્યું છે કે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં મહારાષ્ટ્ર ચૂંટણીમાં ઈવીએમ હેકિંગ અને ચેડા કરવાના ખોટા અને પાયાવિહોણા દાવા કરવામાં આવ્યાં છે. સીઈઓ મહારાષ્ટ્રની ફરિયાદ મળ્યા બાદ મુંબઈ સાયબર પોલીસે વીડિયોમાં દેખાતી વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધ્યો છે.

ચૂંટણી પંચે કહ્યું છે કે ઈવીએમ કોઈપણ નેટવર્ક સાથે કનેક્ટ થઈ શકતા નથી, પછી તે વાઇ-ફાઇ હોય કે બ્લૂટૂથ. તેથી ઈવીએમમાં છેડછાડ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. ઈવીએમ સંપૂર્ણપણે ટેમ્પરપ્‰ફ છે. સુપ્રીમ કોર્ટે અનેક અવસરો પર ઈવીએમ પર વિશ્વાસ વ્યક્ત કર્યાે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૧૯માં સમાન ઘટનામાં આ જ વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

આરોપી અન્ય દેશમાં છુપાયેલો છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે ઈવીએમ વિશે ખોટા દાવા કરનારા અથવા ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.