Western Times News

Gujarati News

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી રીક્ષા ચોરી કરતી ગેંગને ઝડપી લેવાઈ

પ્રતિકાત્મક

(એજન્સી) અમદાવાદ, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી રીક્ષા ચોરીઓ કરતી ગેંગ ઝડપાય છે. આ ગેંગ દ્વારા છેલ્લા પાંચ દિવસમાં પાંચ રીક્ષાઓની ચોરી કરી હતી. શાહીબાગ પોલીસે રિક્ષા ચોર ગેંગના બે સભ્યોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે રીક્ષા ચોર ગેંગના સભ્યો દ્વારા જે હકીકત પોલીસને જણાવી તે સાંભળી પોલીસ પણ ચોકી ઉઠી હતી.

જુઓ કઈ રીતે કરતા હતા રીક્ષા ચોરી અને કોણ છે આ ગેંગના બે સભ્યો. અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં રીક્ષા ચોરીઓ થવાની ઘટનાઓ વધી રહી હતી, જેમાં પણ છેલ્લા પાંચ દિવસમાં પાંચ રીક્ષાઓની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસને મળતા શાહીબાગ પોલીસ રીક્ષા ચોરને પકડવા અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી.

સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલના ગેટ નંબર ૮ પાસેથી ૧ ડિસેમ્બર થી ૫ ડિસેમ્બર સુધી અલગ અલગ ચાર રિક્ષાઓ તેમજ ચમનપુરા બ્રિજ પાસેથી એક રીક્ષા ચોરી થઈ હોવાની ફરિયાદ સામે આવી હતી. લી રીક્ષાઓ ચોરી કરી છે તેને લઈને પણ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.