Western Times News

Gujarati News

પુષ્પા ૨ સૌથી ઓછા સમયમાં ૫૦૦ કરોડ કમાનારી ફિલ્મ બની

મુંબઈ, સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-૨ અલગ દેખાઈ રહી છે. આજના યુગમાં જો કોઈ ફિલ્મનું કલેક્શન ૨૦૦-૩૦૦ કરોડ રૂપિયા હોય તો તેને બહુ વધારે માનવામાં આવતું નથી. પરંતુ જો ફિલ્મ ૬૦૦ કરોડની કમાણી કરે તો તે મોટી વાત છે.

પુષ્પા ૨ નું બજેટ ૫૦૦ કરોડ રૂપિયા હોવા છતાં, આ ફિલ્મે માત્ર આ ૩ દિવસમાં તેનું બજેટ પાછું મેળવી લીધું છે. આ ફિલ્મે ૬૦૦ કરોડનો આંકડો સ્પર્શ કર્યાે છે. આ સાથે આ ફિલ્મ સૌથી ઓછા સમયમાં ૫૦૦ કરોડની કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મની કમાણીના લેટેસ્ટ આંકડા આવી ગયા છે.ફિલ્મના પ્રોડક્શન હાઉસએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે આ સમાચાર શેર કર્યા છે.

ટીમ દ્વારા પુષ્પાનું એક પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. આ સાથે લખ્યું છે – પુષ્પા ૨ ભારતીય સિનેમાની સૌથી ઝડપી ૫૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ એક પછી એક બધાં રેકોર્ડ તોડી રહી છે.શાહરૂખ ખાનની ‘જવાન’ બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે.

આ ફિલ્મને ૫૦૦ કરોડના જાદુઈ આંકડા સુધી પહોંચવામાં ૪ દિવસ લાગ્યા હતાં. જ્યારે આરઆરઆરને ૫૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરવામાં ૩ દિવસનો સમય લાગ્યો હતો. પુષ્પાએ આ રેકોર્ડ તોડી દીધો છે છે. ફિલ્મે ૩ દિવસમાં લગભગ ૬૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

આ અર્થમાં, આ ફિલ્મ સૌથી ઝડપી ૫૦૦ કરોડની કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે શાહરૂખ ખાનની ‘જવાન’ અને રામ ચરણની ‘આરઆરઆર’ને પણ પાછળ છોડી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે પહેલા અઠવાડિયામાં ફિલ્મનું કલેક્શન કેટલું થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.