Western Times News

Gujarati News

તિષા કૃષ્ણન અને સૂર્યા ૨૦ વર્ષ પછી ફરી સાથે કામ કરશે

મુંબઈ, દક્ષિણ ભારતીય અભિનેત્રી તૃષા કૃષ્ણન હાલ થલાપતિ વિજય સાથેના સંબંધને કારણે ચર્ચામાં છે. તેવામાં તેની કારકિર્દીને લગતી પણ એક માહિતી છે.

તૃષા કૃષ્ણન ૨૦ વરસ પછી અભનેતા સૂર્યા સાથે કામ કરી રહી છે. ફિલ્મ સૂર્યા ૪૫ના સેટ પરથી બન્ને જણા શૂટિંગ કરી રહ્યા હોવાની તસવીરો વાયરલ થઇ છે. નિર્માતાઓએ પણ અભિનેત્રી તેમની ફિલ્મમાં કામ કરી રહી હોવાની હવે પુષ્ટિ કરી છે.

તૃષાએ સોશયલ મીડિયા હેન્ડલ પર પોતાની એકતસવીર સેર કરી છે. જેમાં તે પોતાની ઉપલબ્દિનો જશ્ન મનાવી રહી છે. તેણે લખ્યું છે કે, ૨૨ વરસ સુધી સિનેમા નામના આ જાદૂનો હિસ્સો બનીને સમ્માનિત અનભવી રહી હોવાનું અને સાથેસાથે લોકોનો આભાર પણ માન્યો છે.

ફિલ્મ નિર્માતા આરજે બાલાજીએ એક્સ પર સૂર્યા ૪૫ માટે એક ઓપચારિક પોષ્ટ શેર કરીને જાણ કરી છે. જોકે અભિનેત્રીના પાત્ર તેમજ ફિલ્મ વિશે કોઇ જ માહિતી આપવામાં આવી નથી. તૃષાએ પોતાની ફિલ્મ કારકિર્દીના ૨૨ વરસ ૧૩ ડિસેમ્બરના રોજ પૂરા કર્યા છે.

તૃષા વિશે પોસ્ટ શેર કરતાં આરજે બાલાજીએ લખ્યું છ ેકે, ૨૨ વરસના શાનદાર વર્ષાે માટે વધામણી તૃષા અને અમે સૂર્યા ૪૫માં સાથે કામ કરી રહ્યા છીએ. આ સાથે અમે ૨૩મું વરસ શરૂ કરવા ઉત્સાહિત છીએ. ૨૦૦૨માં અમે આ જ દિવસે સૂર્યા સાથે એક ફિલ્મમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.