Western Times News

Gujarati News

એક્સ બોયફ્રેન્ડ વીર સાથે ખુબ નાચી સારા અલી ખાન

મુંબઈ, અભિનેત્રી સારા અલી ખાન પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. હવે સારાનો તેના એક્સ બોયફ્રેન્ડ વીર પહાડિયા સાથેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મસૂરીનો છે. આ વીડિયોમાં તે વીર સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

બંનેને એકસાથે ડાન્સ કરતા જોઈને સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે કદાચ બંનેએ ફરી એકવાર તેમના પ્રેમને તક આપવાનું વિચાર્યું છે. જોકે, આ અંગે બંને તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.તમને જણાવી દઈએ કે વીડિયોમાં સારા અલી ખાન અને વીર પહાડિયા પહાડિયા ગઢવાલી ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. પાછળ તિબેટીયન બૌદ્ધ મંદિર દેખાય છે.

બંને એકસાથે ડાન્સ કરતા ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. સારાએ વ્હાઇટ કલરની સાડી પહેરી છે. આ સાથે મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ પહેરેલો છે. જ્યારે વીર બ્લેક બ્લેઝર અને સફેદ પેન્ટ, બ્રાઉન બૂટમાં છે.નોંધનીય છે કે સારા અલી ખાન અને વીર પહાડિયા મુંબઈમાં સાથે મોટા થયા હતા અને કહેવાય છે કે બંને એક સમયે એકબીજાને ડેટ પણ કરી ચૂક્યા હતા.

સારા અલી ખાનનું નામ તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં વીર પહાડિયા સાથે જોડાયું હતું. જોકે, ફિલ્મી દુનિયામાં આવ્યા બાદ સારા અલી ખાનનું નામ ઘણા લોકો સાથે જોડાઈ ગયું છે. આ વીડિયો કોઈ ફિલ્મના શૂટિંગનો લાગે છે. આ વીડિયો ફિલ્મ સ્કાય ફોર્સનો જણાવવામાં આવી રહ્યો છે.

સ્કાય ફોર્સમાં અક્ષય કુમાર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ૨૦૨૫માં રિલીઝ થશે. આ એક એક્શન ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્માણ અમર કૌશિક, દિનેશ વિજને કર્યું હતું.સારા અલી ખાનના વર્ક ળન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ એ વતન મેરે વતનમાં જોવા મળી હતી.

આ ફિલ્મમાં તે ઉષા મહેતાના રોલમાં હતી. હવે તેના હાથમાં ૩ ફિલ્મો છે. તે આ દિવસોમાં ફિલ્મ મેન્ટ્રોપ, સ્કાય ફોર્સ અને અનટાઈટલ્ડ ફિલ્મમાં જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.