Western Times News

Gujarati News

સામંથાને ૨૦૨૫માં વફાદાર અને પ્રેમાળ પાર્ટનરની તલાશ

મુંબઈ, નાગા ચૈતન્ય અને સામંથા રુથ પ્રભુના ડિવોર્સ સત્તાવાર જાહેર થતાં પહેલાં તેમના સંબંધો ચર્ચામાં રહ્યા છે. આ બાબતે સામંથા અનેક વિવાદોનો સામનો કરી ચૂકી છે. પછી જ્યારથી શોભિતા ધુલીપાલા અને નાગા ચૈતન્યના લગ્નની વાત શરૂ થઈ અને પછી તેમના લગ્નની વિધિઓ શરૂ થઈ ત્યારથી સામંથાની જૂની પોસ્ટ કે નવા નિવોદનો ફરી ચર્ચામાં રહેતા થયા છે.

તાજેતરમાં સામંથાએ પોતાના વર્ષ ૨૦૨૫ માટેનું વૃષભ, કન્યા અને મકર રાશિનું ભવિષ્ય દર્શાવતી પોસ્ટ શેર કરી હતી, તેણે ચર્ચા જગાવી છે. તેના ભવિષ્યમાં કારકિર્દીમાં બઢતી, આર્થિક સ્થિરતા અને વફાદાર તેમજ પ્રેમાળ પાર્ટનરનાં વચનની વાત હતી. સમંથાએ લખ્યું હતું, “તથાસ્તુ” અને પોતાની દિલની આશાઓ વ્યક્ત કરી હતી કે આ ભવિષ્ય સાચું પડે.

આ ભવિષ્યમાં સંબંધો સિવાય, વધુ સિદ્ધિઓ માટેની તકો, સ્થળાંતર, આવકના એકથી વધુ સ્ત્રોત અને જેમને પરિવાર વિકસાવવું હોય તેમના માટે ફર્ટિલિટીની વાત હતી. સામંથાએ આ પોસ્ટ જે સમયે શેર કરી તેણે લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે, કારણ કે એ નાગા ચૈતન્ય અને શોભિતાના લગ્નના બીજા જ દિવસે શેર કરી છે. તેથી લોકો આ પોસ્ટને તેના પૂર્વ પતિના લગ્ન સાથે જોડી રહ્યા છે.

જોકે, સામંથાએ આ અંગે કોઈ સીધી નવી શરૂઆત અને વફાદાર પાર્ટનરની અંગત જીવનમાં જરૂર વિશે કોઈ વાત કરી નથી. આથી આગળ સામંથાએ પોતાની પોસ્ટમાં એવું પણ લખ્યું,“કેટલાક વર્ષાે જીતવા માટે હોય છે, કેટલાક વર્ષાે તમારી છબિ બનાવવા માટે હોય છે.”

તેથી આ નિવેદનને પણ લોકોની ચર્ચાઓને પ્રોત્સાહન આપ્યું અને તેને લોકો સામંથાની વિચારધારા અને પોતાના વિકાસ અને પ્રતિકાર કરવાની ક્ષમતા સાથે જોડવા લાગ્યા હતા.

આ અઠવાડિયા અગાઉ પણ સામંથાએ એક એવી પોસ્ટ કરી હતી, જેનાથી ચર્ચાઓને જોર મળ્યું હતું. તેણે કૅપ્શનમાં લખેલું,“સાશા (તેનું પેટ ડોગ) ના પ્રેમ જેવો બીજો કોઈ પ્રેમ નથી”. ૨૦૨૧માં નાગા ચૈતન્ય અને સમંથાએ ડિવોર્સ લીધાં હતાં, ત્યારથી તેણે પોતાનું અંગત જીવન અંગત રાખીને પોતાની કૅરિઅર અને તબિયત પર ધ્યાન આપવાનું નક્કી કર્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.