Western Times News

Gujarati News

અમદાવાદ અને બાંદ્રા વચ્ચે પશ્ચિમ રેલ્વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

પ્રતિકાત્મક

પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-

• ટ્રેન નં. 09462/09461 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ (2 ટ્રિપ)

ટ્રેન નં. 09462 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 24 જાન્યુઆરી, 2025, શુક્રવારના રોજ અમદાવાદથી 20.00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 04.20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતેટ્રેન નંબર 09461 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 25 જાન્યુઆરી, 2025, શનિવારના રોજ બાંદ્રા ટર્મિનસથી 05:35 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 13:45 વાગ્યે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં વડોદરાઉધનાવલસાડવાપીદહાણુ રોડ અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3-ટાયરસ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.

ટ્રેન નંબર 09462 અને 09461 માટે બુકિંગ 22 જાન્યુઆરી2025 થી બધા પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજસમય અને રચના અંગે વિગતવાર માહિતી માટેમુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.