Western Times News

Gujarati News

ફૂટવેર માર્કેટમાં ચીન વિશ્વમાં પ્રથમ ક્રમે ભારત બીજાક્રમે

બજાર મૂલ્ય અંદાજીત ર૬ અરબ ડોલર: ર૦૩૦માં ૮૦ થી ૯૦ અરબ ડોલરે પહોંચે તેવો અંદાજ, 

નવી દિલ્હી, કીસી આદમી કી પહેચાન ઉસકે ચહેરે સે નહી, મગર ઉસકે જૂતે સે હોતી હૈ” ‘હમ’ ફિલ્મમાં કાદરખાન આ ડાયલોગ બોલે છે. આજના યુગમાં જૂંતા વ્યક્તિની પર્સનાલીટી વ્યક્તિત્વને નિખારે છે ઉચ્ચપદ પર રહેતા લોકો પોતાના જૂતાં ને લઈને ખૂબ જ સજાગ હોય છે. તેઓ મોટેભાગે સૂટ-બૂટની સાથે પાર્ટી સૂઝ વધારે પસંદ કરે છે. ચપ્પલ- જૂતા અલગ-અલગ પ્રકારનાં અને અલગ અલગ ભાવના બજારમાં ઉપલબ્ધ હોય છે.

India is the second-largest footwear producer in the world after China, accounting for 13% of global footwear production, while China holds a share of approximately 67%. Additionally, India accounts for 2.2% of global footwear exports.16 Sept 2024
ઉંમર અને હોદ્દાને અનુરૂપ લોકો ચંપલ- બૂટની પસંદગી કરતા હોય છે. યુવાનોમાં અત્યંત આધુનિક પ્રકારનાં અલગ અલગ શૂઝ, સેન્ડલ ફેમસ છે મહિલાઓમાં પણ ચંપલો- શૂઝની અનેક પ્રકારની વેરાટી જોવા મળે છે. ભારતમાં ફૂટવેયર બજાર ખૂબ જ મોટુ છે વૈશ્વિક કક્ષાએ ચીન પછી ફૂટવેર બજારમાં ભારતનો ક્રમ આવે છે. જૂતા વ્યક્તિની પર્સનાલીટીને અનુરૂપ હોવા જોઈએ તેવુ દરેક જણ માને છે

આજના યુગમાં સારા કપડા- જ્વેલરીની સાથે જૂતા (અર્થાત્‌ ચંપલ, બૂટ, મોજડી, સેન્ડલ સહિત) પણ અગત્યનો ભાગ ભજવે છે. આપણા કલાકારો, ક્રિકેટરો જાણીતી બ્રાંડના મોંઘા શૂઝ પહેરે છે.

આજકાલ દરેક વ્યક્તિ સારા જૂતા પહેરવાનો પ્રયાસ કરે છે. જોકે આપણાં બાપ-દાદા ખૂબજ સાદુ જીવન જીવતાં અને ચપંલ પણ સાદા પહેરતા હતા આપણા દેશના રાષ્ટ્રપિતા ગાંધીજી ખૂબ જ સાદા ચંપલ પહેરતા હતા. જોકે હવે યુગ બદલાયો છે. પરિવર્તનનો પવન જનજીવનમાં તમામ સ્તરે અને તમામ વર્ગમાં ફેલાયો છે. નવી પેઢી જુની પેઢીના વિચારો સાથે સહમત થતી નથી તેથી જાણીતી બ્રાંડની મોંઘીદાટ ચીજવસ્તુઓનો વપરાશ વધ્યો છે તેમાંથી ફૂટવેર પણ બાકાત નથી.

ર૦ર૩-ર૪ના એક સર્વેક્ષણ પ્રમાણે ભારતમાં ફૂટવેર બજારનું વર્તમાન મૂલ્ય લગભગ ર૬ અબર ડોલરની આસપાસ છે અને ર૦૩૦માં તે ૮૦ થી ૯૦ અરબ ડોલરની આસપાસ પહોંચે તેવુ અંદાજીત અનુમાન છે. ચીન પછી ભારત ફૂટવેર બજારમાં બીજા ક્રમે છે. ફૂટવેર બજાર ભારતમાં લાખ્ખો લોકોને રોજગારી પુરી પાડે છે ફૂટવેર માર્કેટમાં અંદાજે ૪પ લાખ લોકો સંકળાયેલા છે મતલબ કે રોજગારી મેળવી રહયા છે

આ આંકડામાં અંદાજીત વધઘટ હોઈ શકે છે. આ ઉદ્યોગમાં મહિલાઓ પણ કામ કરી રહી છે. લગભગ ર૦ થી ૪૦ ટકાની આસપાસ મહિલાઓ કામ કરી રહી છે. દુનિયાભરમાં જે ફૂટવેર અલગ અલગ પ્રકારના ઉત્પાદન થાય છે તેમાંથી લગભગ ૧૦ થી ૧૩ ટકા જેટલુ ઉત્પાદન ભારતમાં થા યછે તેવો દાવો છે. તો વૈશ્વિક કક્ષાએ નિકાસમાં ભારતનો હિસ્સો ર ટકા જેટલો છે.

ભારતમાં ગરીબ, મધ્યમ, અપર મિડલ તથા શ્રીમંત વર્ગ અલગ-અલગ પ્રકારના બ્રાંડના અને કિંમતના ફૂટવેયર ખરીદે છે. ગરીબ- મધ્યમવર્ગ વર્ષમાં એકાદ- બે જોડી ફૂટવેરથી ચાલતુ હોય તો ચલાવી લે છે જયારે અપર મિડલ અને શ્રીમંત વર્ગ પાસે આર્થિક પાસુ મજબુત હોવાથી તેઓ બ્રાંડેડ ફૂટવેયરની ખરીદી કરે છે જોકે મધ્યમવર્ગમાં પણ હવે બ્રાંડેડ ફૂટવેયરનો ક્રેઝ વધ્યો છે. ફૂટપાથ- લારીથી લઈને મોટા-મોટા બ્રાંડેડ શો રૂમમાં સસ્તાથી મોંઘાદાટ જૂતા- બૂટ સેંડલ મળી રહે છે જેથી જેની જરૂરિયાત અને રૂપિયા ખર્ચવાની કેપેસીટી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.