Western Times News

Gujarati News

મને ઉંમર દેખાતી હોવાને કારણે એકલી પાડી દેવાઈ

મુંબઈ, મનિષા કોઈરાલા હિન્દી ફિલ્મોમાં ૯૦ના દાયકાની સુપરસ્ટાર ગણાતી હતી. તેણે ‘મન’ જેવી ફિલ્મમાં રોમેન્ટીક રોલ હોય કે પછી ‘ખામોશી’ અને ‘દિલ સે’ જેવી ફિલ્મોના પડકારજનક રોલ હોય, દરેકમાં મનિષાનો અભિનય વખણાયો છે. હવે તેણે પોતાની બીજી ઇનિંગ શરૂ કરી છે ખાસ કરીને ભણસાલીની ‘હિરામંડી’માં તેના અભિનયને બહુ સરાહવવામાં આવ્યો છે.

ત્યારે તાજેતરમાં તેણે ઇન્ડસ્ટ્રીની એજિઝમની વિચારધારા અંગે વાત કરી હતી. તેણે ખુલાસો કર્યાે છે કે તેને ઘણી વખત પોતાની ઉંમરના કારણે લોકોની કડવી વાતો અને ટીકાનો સામનો કરવો પડે છે. લોકો તેને અવારનવાર એવું કહી દે છે કે તે હવે ‘બુઢ્ઢી’ થઈ ગઈ છે.

મનિષા કહે છે કે ઇન્ડસ્ટ્રીની હંમેશા યુવાન રહેવાની વિચારધારાનું આ પરિણામ છે.તાજેતરનાં એક ઇન્ટરવ્યુમાં મનિષાએ ઇન્ડસ્ટ્રીની વિચારધારા બદલવા પર ભાર મુકીને મોટી ઉમરના કલાકારો માટે વધુ અર્થસભર રોલના મહત્વ વિશે પણ વાત કરી હતી.

તેણે કહ્યું હતું કે માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નહીં પણ આપણા સમાજમાં પણ આ વિચારધારા બદલવાની જરૂર છે. મનીષાએ કહ્યું,“ઇન્ડસ્ટ્રીની વાત કરો કે સામાન્ય માહોલની, મહિલાઓને હંમેશા વધતી ઉંમરનો સામનો કરવો પડે છે. મહિલાઓ સાથે ઉમરના હિસાબે ભેદભાવ કરવામાં આવે છે.

મેં ક્યારેય નથી સાંભળ્યું કે કોઈ પુરુષ કલાકારને ઉમર વધવાને કારણે ટ્રોલ કરતું હોય. પરંતુ ઘણી મહિલાઓને આ પ્રકારના ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. તેમને નીચી નજરે જોવામાં આવે છે. પુરુષો કરતા મહિલાઓને વધારે એજિઝમનો સામનો કરવો પડે છે.”

એક રાઉન્ડ ટેબલ ઇન્ટરવ્યુ દરમિયાન તેને મોટી ઉમરના કારણે એકલી પાડી દેવાઈ હોવાની ઘટનાના સંદર્ભે મનિષાએ કહ્યું,“એક રાઉન્ડ ટેબલ ચર્ચા દરમિયાન મને એક બાજુ કરી દેવાઈ હતી. તેના માટે તેમણે મને એવું કારણ આપ્યું,“ઓહ, એ પ્રશ્ન એક ચોક્કસ ઉમરના લોકો માટે હતો.”

મેં પૂછ્યું, “ઓહ તો પુરુષ કલાકારો પણ એ જ ઉમરના ગ્›પમાં આવે, મારી સાથે કામ કરતા હિરો તે મારાથી મોટા કલાકાર આ ફિલ્મમાં હોત તો, એમણે મારાથી સારું કામ કર્યું હોત? એને પણ આ રીતે ચર્ચામાંથી એક બાજુ કરી દેવાયો હોત?”ના. મેં બે થી ત્રણ વખત આવી પરિસ્થિતિનો સામનો કર્યાે છે. મને ઉંમરના કારણે એક બાજુ કરી દેવાઈ હતી. અમારા પર એ અસર કરે છે.

અચાનક, તેમને મોટી ઉંમરના કલાકારો નથી જોઈતા હોતા. પણ એમને મોટી ઉંમરની એક્ટ્રેસ સાથે કામ કરવામાં ચોક્કસ વાંધો હોય છે.”૫૦થી ઉપરની અભિનેત્રીઓ અંગે મનિષાએ કહ્યું,“આપણે દુનિયાને અને આપણી જાતને બતાવી દેવાની જરૂર છે કે આપણે આ ઉંમરે પણ હજુ કમાલ કરી શકીએ છીએ. આપણે હજુ એક જોરદાર જીવન જીવી શકીએ છીએ. આપણે હજુ પણ સારું કામ કરી શકીએ છીએ.

આપણે હજુ પણ બહુ આનંદી, ભરપુર અને તંદુરસ્ત જીવન જીવી શકીએ છીએ. હું જીવું ત્યાં સુધી મારે તંદુરસ્ત રહીને કામ કરવું છે. મારે સારા દેખાવું છે, એ જ મારું લક્ષ્ય છે. ઘણા લોકો માને છે, આ તો બુઢ્ઢી થઈ ગઈ, એ હવે શું કામ કરશે, ચલો એને મા અને બહેનના રોલ જ આપી દો.

પણ મહિલાઓ દમદાર રોલ કરી શકે છે, જીવંત અને આગ લગાડી દે એવા. મારી પહેલાં ઘણી હિરોઈન આવું કરીને ગઇ છે અને હું પણ કરી શકું છું. મારામાં હૈજુ પણ વધારે કામ કરવાની ભુખ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.