પોલીસ સ્ટેશન સામેની 13 દુકાનો નડિયાદ મહાનગર પાલિકાએ તોડી પાડી
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ ટાઉન પોલીસ મથકની સામે આવેલી ૧૩ દુકાનોનો મામલે છેલ્લા ઘણા સમયથી દુકાનદારો અને પાલિકા વચ્ચે વિવાદ હતો પાલિકાએ ભાડે આપેલી આ દુકાનોનું ભાડું પટ્ટો પૂર્ણ થતા ભાડુઆતને દુકાન ખાલી કરવા માટે જણાવ્યું હતું પરંતુ તેઓ દુકાન ખાલી કરતા ન હતા.
જેના પગલે ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા દુકાનદારોને દુકાન ખાલી કરવા માટે ઓર્ડર આપ્યું હતું અને આજે મહાનગરપાલિકાએ આ દુકાનો પર જેસીબી ફેરવી દીધું હતું જેના કારણે દુકાનદારોની હાલત કફોડી બની ગઈ હતી.
નડિયાદમાં ટાઉન પોલીસ મથક સામેની ૧૩ દુકાનો મામલે છેલ્લા ઘણા સમયથી દુકાનદાર અને પાલિકા વચ્ચે વિવાદ ચાલતો હતો. નગરપાલિકાએ આ દુકાનદારોને દુકાનનો ભાડાપટ્ટે આપી હતી પરંતુ તેની મુદત પૂરી થઈ ગઈ હતી એટલે પાલિકા એ આ દુકાનદારોને નોટિસ આપીને દુકાનો ખાલી કરવા માટે જાણ કરી હતી પરંતુ દુકાનદારો એકના બે થતાં હતા અને પાલિકા ને ભાડાપટ્ટુ રીન્યુ કરવા માટે રાજકીય દબાણ પણ લાવતા હતા પરંતુ પાલિકા દ્વારા આ લોકોનું ભાડું પટ્ટુ રીન્યુ કર્યું ન હતું..
તેમજ પાલીતા તેમનું ભાડું પણ સ્વીકારતી ન હતી બીજી બાજુ આ દુકાનદારોએ નડિયાદ પ્રાંત કચેરીમાં કેસ દાખલ કર્યો હતો આ કેસનું નિવેડો આવતા પ્રાંત અધિકારીની કચેરીમાંથી દુકાનો ખાલી કરવા માટે લીલી ઝંડી મળી જતા મહાનગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ગતરોજ મનપાના ભાડા વિભાગના કર્મચારીઓ દ્વારા આ ૧૩ દુકાનોના ભાડું આતો પાસે પહોંચી તાત્કાલિક ધોરણે આ દુકાનો ખાલી કરી આપવા માટે તાકીદ કરી દેવાઈ હતી.
દરમિયાન બીજા દિવસે આજે બુધવારે મહાનગરપાલિકા બે જેસીબી અને ટ્રેક્ટર સાથે સ્થળ પર પહોંચતા દુકાનદારકોમાં હલચલ મચી ગઈ હતી અને યુદ્ધના ધોરણે ભાડુઆતો દુકાનનો સામાન ખાલી કરવા કવાયત હાથ ધરી હતી તો બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા દબાણ હેઠળ આવતી આ ૧૩ દુકાનોને તોડવા કામગીરી હાથ ધરી છે.
દુકાન તોડતી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નડિયાદ ટાઉન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે આવનાર દિવસોમાં હજી પણ નડિયાદમાં બીજા અન્ય ખડકેલા વર્ષો જૂના દબાણ ખસેડાય તો નવાઈ નહીં આ દુકાનો તોડતી વખતે નડિયાદ મહાનગરપાલિકાના ૭૦ થી વધુ કર્મચારીઓ તેમજ પોલીસ અને એમજીવીસીએલની ટીમ હાજર રહી હતી.
મહાનગરપાલિકાના દબાણ શાખા ની ટીમ સૌપ્રથમ નળ કનેક્શન તેમજ લાઈટ કનેક્શન કાપી આ ડીમોલેશનની કામગીરી હાથ ધરી હતી ભાડુઆત દુકાનદારો પોતાનો સર સામાન લેવા નાસભાગ કરી હતી અને દુકાનદારો અમારી આજીવિકા છીનવાઈ ગઈ નો અફસોસ વ્યક્ત કરતા હતા.
મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર રૂદ્રેશ હુદડે જણાવ્યું હતું કે, જે તે સમયે દુકાનો ભાડે આપવામાં આવી હતી, જોકે તે બાદ મુદત પૂરી થઈ ગઈ હતી અને રીન્યુ કરવાની થતી ન હોવાને કારણે આ દુકાનો આજે દૂર કરવામાં આવી છે?. ટાઉનહોલની જગ્યા પર આ દુકાનો હતી. જેને દૂર કરી આ જગ્યાને ડેવલોપમેન્ટમાં લીધી છે. અહીંયા સિટી બસ સ્ટેન્ડ બનાવવાનું નક્કી કરવામાં આવેલ છે. જેથી આ દુકાનો દૂર કરી નજીકના દિવસોમાં સીટી બસ સ્ટેન્ડની કામગીરી શરૂ કરવામાં આવશે.