Western Times News

Gujarati News

હિન્દુ લગ્ન એક વર્ષમાં ભંગ ના કરી શકાયઃ હાઇકોર્ટ

(એજન્સી)અલ્હાબાદ, અલ્હાબાદ હાઈકોર્ટે હિન્દુ લગ્ન કાયદાને લઈને મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે કહ્યું છે કે, હિન્દુ લગ્ન એક પવિત્ર બંધન છે. લગ્ન થયાના એક જ વર્ષની અંદર હિન્દુ પતિ-પત્ની છૂટાછેડા ના લઇ શકે. પતિ-પત્ની બંને છૂટાછેડા માટે સંમત હોય, તો પણ કાયદો એક વર્ષમાં છૂટાછેડાને મંજૂરી નથી આપતો.

આવા મામલામાં જો સ્થિતિ અસાધારણ અને મુશ્કેલ હોય તો જ તે છૂટાછેડા મંજૂર કરી શકાય. રિશીકા ગૌતમ અને નિશાંત ભારદ્વાજ નામના દંપતિએ લગ્ન કર્યાના એક જ વર્ષમાં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. તે બંને પરસ્પરની સંમતિથી છૂટા પડવા માંગતા હતા. જો કે, ફેમિલી કોર્ટે એમ કહીને આ છૂટાછેડા આપવાની ના પાડી કે, હિન્દુ લગ્ન કાયદો ૧૯૫૫ હેઠળ એક વર્ષની અંદર છૂટાછેડાની મંજૂરી નથી.

આ માટે અસાધારણ સંજોગો હોવા જરૂરી છે. આ મામલો ઉત્તર પ્રદેશના સહારનપુરનો હતો. સહારનપુર ફેમેલી કોર્ટના ચુકાદાને બાદમાં પતિ-પત્ની દ્વારા અલ્હાબાદ હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જો કે હાઈકોર્ટે પણ ફેમેલી કોર્ટના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. સહારનપુર ફેમિલી કોર્ટના આ ચુકાદાને આ દંપત્તિએ અલ્હાબાદ હાઇકોર્ટમાં પડકાર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.