Western Times News

Gujarati News

બ્રેકઅપની ચર્ચા વચ્ચે ત્રિશાએ વિજય સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યાે

રાત્રે ૧૨ વાગ્યે ૫ કેક સાથે સુપરસ્ટારને સરપ્રાઈઝ આપ્યું

ત્રિશાએ વિજયના ૫૨માં જન્મદિવસે વિશ કરતો ફોટો શેર ન કરતા સોશિયલ મીડિયા પર બંનેના બ્રેકઅપની ચર્ચાઓ તેજ બની હતી

મુંબઈ,૨૦૨૬ની શરૂઆતથી જ સાઉથ સુપરસ્ટાર અને તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજય અને સાઉથ સ્ટાર ત્રિશા કૃષ્ણનની ખાસ મિત્રતા ચર્ચામાં છે. ત્રિશા પણ દર વર્ષે વિજયના જન્મદિવસે બંનેના ફોટો શેર કરીને સ્પેશિયલ રીતે વિશ કરતી હોય છે. પણ આ વર્ષે ત્રિશાએ વિજયના ૫૨માં જન્મદિવસે વિશ કરતો ફોટો શેર ન કરતા સોશિયલ મીડિયા પર બંનેના બ્રેકઅપની ચર્ચાઓ તેજ બની હતી. જોકે, ત્રિશાએ આજે રોમેન્ટિક ફોટો શેર કરીને વિજયને શુભેચ્છાઓ પાઠવી છે.

ત્રિશા કૃષ્ણને વિજયના જન્મદિવસના એક દિવસ પછી એટલે કે ૨૩ જૂનની મોડી સાંજે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યાે. ફોટોમાં તે પ્રેમથી એકીટસે વિજયને જોઈ રહી છે. ફોટોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, ‘જે વ્યક્તિના કારણે આ આખી જિંદગી જીવવા જેવી લાગે છે, તેને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ!’ફોટોમાં ત્રિશા પાંચ કેક લઈને સેલિબ્રેશન માટે પહોંચેલી દેખાઈ રહી છે, જ્યારે તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજયના ચહેરા પર સરપ્રાઇઝથી મળેલી ખુશી છૂપાવ્યે છુપાઈ રહી નથી.

અફેરની ચર્ચાઓ વચ્ચે પણ ત્રિશા ક્યારેય વિજયને જાહેરમાં જન્મદિવસની શુભેચ્છા આપવાની તક છોડતી નથી, પરંતુ આ વર્ષે ૨૨ જૂનના રોજ વિજયના ૫૨માં જન્મદિવસે કોઈ પોસ્ટ કરી નહોતી. આ દરમિયાન યુઝર્સે એ પણ નોંધ્યું કે, ત્રિશા હવે ઇન્સ્ટાગ્રામ પર વિજયને ફોલો કરી રહી નથી. ત્યારબાદ બંને વચ્ચે કથિત રીતે બ્રેકઅપ થયું હોવાની અટકળો તેજ બની હતી. જોકે, હવે ત્રિશાની પોસ્ટે તમામ અટકળો પર પૂર્ણ વિરામ લગાવી દીધા છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.