રાજામૌલીએ મહેશ બાબુ અને પ્રિયંકા સહીતનાં કાસ્ટ-ક્રૂ પાસે એનડીએ સાઇન કરાવ્યું
મુંબઈ, જાણીતા ડિરેક્ટર એસએસ રાજામૌલીની જંગલ એડવેન્ચર ફિલ્મ માટે મહેશબાબુ અને પ્રિયંકા ચોપરા કામ કરી રહ્યાં હોવાના અહેવાલો તો કેટલાંક સમયથી આવતા રહે છે, પરંતુ હજુ મેકર્સ કે ડિરેક્ટર કે કલાકારો કોઈ તરફથી આ ફિલ્મ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કે એલ નારાયણા આ ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા છે અને એપ્રિલ મહિનાથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની ચર્ચા છે.
તેના માટે એક તરફ પ્રિયંકા ચોપરા ભારતની મહેમાન બની હોવાની પણ ચર્ચા ચાલતી રહી છે.ત્યારે હવે અલગ પ્રકારના અહેવાલો સામે આવ્યા છે, જે મુજબ રાજામૌલીએ આ ફિલ્મના કલાકારો અને ક્‰ પાસે નોન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ સાઈન કરાવ્યા છે.
જ્યારથી આ પ્રોજેક્ટની શરૂઆત થઈ ત્યારથી કેટલીક બાબતો અને માહિતિ લીક થવી, ફિલ્મની વાર્તા અને કલાકારો અંગે ધારણા અને ચર્ચાઓ ઇન્ટરનેટ પર સતત ચાલતા રહ્યાં છે.
રાજામૌલી નથી ઇચ્છતા કે ઓફિશિયલ જાહેરાત પહેલાં તેમની કાસ્ટ કે ક્‰માંથી કોઈ પણ બાબત જાહેર ન કરે તે માટે રાજામૌલીએ આ નિર્ણય લીધો છે. આ એગ્રીમેન્ટ મુજબ ફિલ્મ સાથે સંકળાયેલી કોઈ પણ વ્યક્તિ ફિલ્મ અંગેની કોઈ પણ માહિતિ કોઈને જણાવી શકશે નહીં.
જો તેઓ આવું કરશે તો તેમને એગ્રીમેન્ટનાં ભંગ બદલ દંડ ભરવો પડશે. આ ઉપરાંત આ ફિલ્મના સેટ પર પણ રાજામૌલીની અન્ય ફિલ્મોની જેમ કાસ્ટ અને ક્‰ને મોબાઇલનો ઉપયોગ કરવાની મનાઈ કરવામાં આવશે. બીજી તરફ આ જ ફિલ્મના શૂટિંગ માટે મહેશ બાબુ કેન્યા જવા રવાના થયા હોવાની પણ ચર્ચા છે.
આ ફિલ્મ તેની કૅરિઅરની સૌથી મોટી ફિલ્મ હોવાની ચર્ચા છે. તે કેન્યામાં ફેબ્›આરીના પહેલા અઠવાડિયાથી શૂટિંગ શરૂ કરશે તેવી ચર્ચા છે, હાલ તેના માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.જોકે, રાજામૌલી અન્ય કલાકારો સાથે શૂટિંગ શરૂ ચૂક્યા હતા. પરંતુ મહેશબાબુ અત્યાર સુધી તેમાં જોડાયા નહોતા. તેના લૂકનું મેકઓવર ચાલતું હતું. હવે ત્યાં મહેશબાબુ સાથે રાજમૌલી અને પ્રિયંકા ચોપરા પણ જોડાશે.
ફોરેસ્ટ એડવેન્ચરનો મહત્વનો અને મોટો ભાગ અહીં જ શૂટ કરવામાં આવશે. રાજામૌલી આ ફિલ્મમાં કુદરતી ઘેઘુર જંગલો બતાવવા માગે છે, તેથી તે દુનિયાના ઘણા ગાઢ જંગલોમાં આ શૂટ કરવા માગે છે. ત્યાર બાદ હૈદ્રાબાદમાં આ જ પ્રકારના જંગલનો એક સેટ તૈયાર કરવામાં આવશે.
પ્રોડક્શન ડિઝાઇન ટીમ દ્વારા તેના માટેની તૈયારી પણ થઈ ચૂકી છે. રાજામૌલી એક એવું જંગલ અને જંગલની સ્ટોરી બનાવી રહ્યા છે, જે બોલિવૂડમાં પહેલાં જોવા મળી નથી.SS1MS