કોઈ નહી ને રાહુલ ગાંધી પર મોહી પડી હતી કરીના કપૂર

મુંબઈ, કપૂર ખાનદાનમાંથી આવતી આ અભિનેત્રી આજે એક બહુ મોટા અને બહુ અમીર ઘરાનાની પુત્રવધુ છે. પરંતુ તેનુ એક જુનુ ઈન્ટરવ્યુ તાજેતરમાં સામે આવ્યુ છે. જેમા અભિનેત્રીએ ખૂલીને પોતાના વિશે વાત કરી છે.કરીના કપૂર ખાન તેની ફિલ્મો ઉપરાંત કોન્ટ્રોવર્સી માટે પણ જાણીતી છે.
કરીના કપૂરનું એક સ્ટેટમેન્ટ આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. જેમા તેમણે પોલિટિશ્યનને ડેટ કરવાની વાત કરી છે. કરીના કપૂરે સિમી ગરેવાલના શો માં જોવા મળી હતી. આ દરમિયાન ખુદ કરીનાએ આ વાત કરી છે.કરીના કપૂર તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંનેને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.
એક્ટ્રેસ તેની કોન્ટ્રોવર્સી માટે પણ જાણીતી છે. કરીનાએ અનેક સારી ફિલ્મોમાં અભિનય કર્યાે છે. જેના કારણે તેને આજે પણ પસંદ કરવામાં કરવામાં આવે છે. આજે પણ તે અનેક ફિલ્મોમાં એક્ટિવ છે અને ઘણી સારી મુવીઝ પણ બનાવી રહી છે.
કરીના સૈફ અલી ખાન સાથે લગ્ન પહેલા એક પોલિટિશ્યનને ડેટ કરવા માગતી હતી. જ્યારે કરીનાએ એ પોલિટિશ્યનનું નામ જણાવ્યુ તો ઈન્ટરવ્યુઅર પણ ચોંકી ગઈ હતી.
કરીના કપૂર થોડા વર્ષાે પહેલા સિમી ગરેવાલના શો પર પહોંચી હતી. આ દરમિયાન તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે દુનિયામાં એક એવા શખ્સનું નામ જણાવો જેને તમે ડેટ કરવા માગતા હો. આ દરમિયાન કરીનાએ કોઈ જ ખચકાટ વિના રાહુલ ગાંધીનું નામ લીધુ હતુ.
આ નામ સાંભળીને સિમી ગરેવાલ પણ ચોંકી ગઈ હતી.કરીનાનો આ વીડિયો એ સમયનો છે, જ્યારે સૈફ અલી ખાન સાથે તેના લગ્ન થયા ન હતા. ત્યારે સિમી ગરેવાલે એક્ટ્રેસને સવાલ કર્યાે હતો કે જો તેને કોઈને ડેટ પર લઈ જવાનો મોકો મળે તો તે કોને પસંદ કરશે? આના પર કરીનાએ કહ્યુ હતુ કે, “શું મારે આ વાત કહેવી જોઈએ? જો કે મને લાગે છે કે મારે એ કહેવુ જોઈએ, આનાથી વિવાદ થઈ શકે, કારણ કે હું તેને જાણવા માગુ છુ. એ છે રાહુલ ગાંધી. હું તેને જાણવાનું પસંદ કરીશ.”
આગળ કરીનાએ ઉમેર્યુ કે “તે એક પોલિટિકલ પરિવારથી આવે છે અને તે ખુદ ફિલ્મી પરિવારથી છે. એવામાં બંને વચ્ચે સારી વાતો પર ચર્ચા થઈ શકે છે.કરીના કપૂરની આ વાતો સાંભળી ખુદ સિમી ગરેવાલ ચોંકી ગયા હતા અને આ વિષય પર આગળ તેમણે કોઈ સવાલ કર્યાે ન હતો. આ તરફ કરીના કપૂર પણ પાછળથી પોતાના નિવેદનથી કિનારો કરતી જોવા મળી હતી.
વર્ષ ૨૦૦૯માં જ્યારે એક્ટ્રેસને તેના આ નિવેદન અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે જણાવ્યુ કે એ જૂની વાત છે. કરીનાનું કહેવુ હતુ કે તેમણે આ વાત એટલા માટે કહી હતી તે બંને ખૂબ મશહુર હતા.SS1MS